મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (17:30 IST)

એક જ દિવસે આઝાદ થયા હતા ભારત અને પાકિસ્તાન, પછી કેમ સ્વતંત્રતા દિવસ 14મી ઓગસ્ટન રોજ ઉજવે છે પાકિસ્તાન

ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે બીજી બાજુ પાકિસ્તાન દર વર્ષે 14 ઓગસ્ટના રોજ એટલે કે એક દિવસ પહેલા જ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. જ્યારે કે બ ંને દેશ એક જ દિવસે આઝાદ થયા હતા. સવાલ ઉઠે છેકે છેવટે કેમ પાકિસ્તાન 15 ઓગસ્ટને સ્થાને 14 ઓગસ્ટના દિવસે પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવે છે ? એવુ પણ કહેવામાં આવે છે કે પાકિસ્તાને પોતાનો પ્રથમ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ જ ઉજવ્યો હતો. પણ પછી કેમ આ તારીખ 15 ઓગસ્ટથી 14 ઓગસ્ટ થઈ ગયો. એટલુ જ નહી પાકિસ્તાનના કાયદે-આઝમ મુહમ્મદ અલી જિન્નાએ દેશના નામ પહેલા સંબોધનમાં ઈતિહાસકાર દ્વારા લખવામાં આવ્યુ.  પુસ્તકોમાં પાકિસ્તાનના 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવા પાછળ બે કારણો બતાવવામાં આવી રહ્યા છે. 
 
- ઉલ્લેખનીય છે કે ઈંડિયન ઈંડિપેંડેસ બિલ 4 જુલાઈના રોજ બ્રિટિશ સંસદમાં રજુ થયુ હતુ અને તેણે 15 જુલાઈના રોજ કાયદાનુ રૂપ લીધુ હતુ. આ બિલ મુજબ 14-15 ઓગસ્ટની મધ્યરાત્રિએ  ભારતના ભાગલા થવાના હતા. અડધી રાત્રે ભારત અને પાકિસ્તાન નામના બે નવા દેશનો જન્મ થવાનો હતો. પાકિસ્તાની ઈતિહાસકાર કેકે અજીજ પોતાના પુસ્તક મર્ડ ઓફ હિસ્ટ્રીમાં લખે છે કે આ બંને દેશને સત્તાનુ હસ્તાંતરણ વાયસરાય લોર્ડ માઉંટબેટને કરવાનુ હતુ.  માઉંટબેટન એક જ સમયે એટલે કે 15 ઓગસ્ટના રોજ નવી દિલ્હી અને કરાંચીમાં હાજર નહોતા થઈ શકતા. બંને સ્થાન પર તેમનુ હોવુ જરૂરી હતુ. આવામાં લોર્ડ માઉંટબેટને વાયસરાય રહ્તા 14 ઓગસ્ટૅના રોજ પાકિસ્તાનને સત્તા હસ્તાંતરિત કરી દીધી. રિપોર્ટસ બતાવે છે કે 14 ઓગસ્ટના રોજ વાયસરાયના સત્તા હસ્તાંતરિત કર્યા પછી જ કરાંચીમાં પાકિસ્તાની ઝંડો લહેરાવી દીધો હતો.  તેથી પછી પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની તારીખ 14 ઓગસ્ટ જ કરી દેવામાં આવી.  અનેક ઈતિહાસકાર બતાવે છે કે તથ્યાત્મક પુરાવા મુજબ  હિન્દુસ્તાન અને પાકિસ્તાનને એક જ દિવસ આઝાદી મળી અહ્તી. પણ બસ તેમને દસ્તાવેજ એક દિવસ પહેલા મળ્યા હતા, આ જ કારણ છે કે ત્યા એક દિવસ પહેલા સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. 
 
-કેટલાક મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો 1947માં 14 ઓગસ્ટન અરોજ રમઝાનનો 27મો દિવસ એટલે કે શબ-એ-ક્દ્ર હતો. ઈસ્લામિક માન્યતા મુજબ ધાર્મિક ગ્રંથ કુરાન આ રાત્રે ઉતારવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવવા લાગ્યો.