શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (15:50 IST)

બનાસકાંઠામાં વાવના કોરેટી ગામમાં તળાવના પાણીનો કલર બદલાઈ જતાં લોકોમાં આશ્ચર્ય

pink water
વાવના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલાં અચાનક તળાવમાંના પાણીનો કલર બદલાતાં કુતૂહલ સર્જાયું હતું. એમાં તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ પણ સામે આવી રહી છે, જ્યારે કેટલાક બુદ્ધિજીવી વર્ગનું આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું માનવું છે.બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવના કોરેટી ગામના તળાવનો પાણીનો કલર બદલાયો છે, જેને લઈને વિસ્તારના તેમજ આજુબાજુના લોકોમાં કુતૂહલ સર્જાયું છે.

કોરેટી ગામના તળાવમાંના પાણીનો રંગ સાત દિવસ અગાઉ અચાનક જ બદલાઈ જતાં આજુબાજુના લોકો જોવા માટે ઊમટ્યા છે. સતત સાત દિવસથી આ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ ગયો છે. જોકે આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું પણ કેટલાક બુદ્ધિજીવી વર્ગનું માનવું છે.પીંક-ગુલાબી સરોવરો વિવિધ પરિબળોના સંયોજનથી ઉદભવે છે, જેમાં આબોહવા અને તેમની નીચે ખંડની જળવિજ્ઞાન, ખાસ કરીને ખારાશનું સ્તર જવાબદાર હોય છે. સમગ્ર વિશ્વમાં મીઠાના સરોવરોનો નારંગી/ગુલાબી રંગ ઘણીવાર લીલી શેવાળ ડુનાલીએલા સલિનાને આભારી છે. વિશ્વમાં પીક સરોવર એ એક પ્રકારના સોલ્ટ લેક હોવાનું માલુમ પડ્યું છે.કોરેટી ગામના આ કિસ્સાએ લોકોમાં આશ્ચર્ય પેદા કર્યું.જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા પણ સામે આવી રહી છે, પરંતુ સરહદી વિસ્તારમાં અચાનક તળાવનું પાણી બદલાવાના અજીબો ગરીબ કિસ્સાએ લોકોને હાલમાં ભારે અચરજ પમાડ્યું છે.