ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 5 જાન્યુઆરી 2022 (13:41 IST)

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા ખાતે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે વહેલી સવારે અથડામણ સર્જાઈ. જેમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. ત્યારબાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. પોલીસ સૂત્રો અનુસાર, સુરક્ષાદલોને આ વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળી હતી. જે બાદ સુરક્ષાદળોએ સવારે ઓકે વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ હાથ ધર્યું હતું. જે દરમ્યાન એક ઘરમાં સંતાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળઓ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેથી સુરક્ષાદળોએ વળતી કાર્યવાહીના ભાગરૂપે ત્રણ આતંકીઓને ઠાર માર્યા
 
મૃતક આંતકવાદીઓ પાસેથી એકે-47, પિસ્તોલ મળી આવી હતી. ગત પાંચ દિવસમાં કાશ્મીર ખીણમાં 14 આતંકવાદીઓને સફાયો કરવામાં આવ્યો છે. જેમાં ચાર આતંકવાદીઓ તો પાકિસ્તાનના હતા. આ અગાઉ ગત રોજ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.મૃતક બંને આતંકવાદીઓ સ્થાનિક આતંકી લશ્મકર-ઐ-તોયબના સભ્ય હોવાનું સામે આવ્યું છે.