ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (09:06 IST)

ચાલુ વર્ષે રાજ્યમાંથી સૌથી વધુ 15 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જશે

આ વર્ષે કેનેડા બાદ અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે. ગુજરાતમાંથી આ વર્ષે 15 હજાર વિદ્યાર્થીઓ યુ.એસ.એમાં અભ્યાસ માટે જશે. કેનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 18 હજાર જેટલી છે. તજજ્ઞોના મતે, કેનેડાની સીધી ફ્લાઇટ અને કડક નિયમોને કારણે વિદ્યાર્થીઓ યુ.એસ.એ પર પોતાની પસંદગી ઉતારી રહ્યાં છે.ઇમિગ્રેશનના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કેનેડા બાદ આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ યુ.એસ.એ અભ્યાસ માટે જશે. ગુજરાતમાંથી અંદાજે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ યુ.એ જશે. કેનેડાની સરખામણીએ કોર્સની ફીમાં પણ ફેરફાર જોવા મળી મળે છે. આ ઉપરાંત સૌથી મોટી બાબત એ છે કે કેનેડાની સરકાર દ્વારા વારંવાર નિયમોમાં ફેરબદલીને કારણે ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી છે. ગુજરાતમાંથી 5 વર્ષમાં 1.77 લાખ વિધાર્થી વિદેશ ભણવા ગયા છે.

2019માં 48051 ગયા હતા જેની સામે 2020માં 23156 વિધાર્થી વિદેશ ગયા હતા. 2019માં પણ સૌથી વધારે ગુજરાતીઓ વિદેશ ભણવા ગયા હતા. કેનેડા જવા સીધી ફ્લાઇટ શરૂ થતા વિદ્યાર્થીઓના રૂ.2 લાખનો ખર્ચ બચશે. કારણ કે આ પહેલા કેનેડા જવા અમુક દેશોમાંથી પસાર થઇ, જે તે દેશના નિયમો- પ્રોટોકોલનું પાલન કરીને કેનેડામાં પ્રવેશ મળતો હતો. જેથી વિદ્યાર્થીને વચ્ચે રોકવા માટેના દેશમાં રહેલા, જમવા, કોરોના ટેસ્ટ વગેરેનો ખર્ચ 2 લાખ જેટલો થતો હતો.