શનિવાર, 4 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (18:23 IST)

સુરતમાં 3 ઈંચ વરસાદ વરસતા રસ્તા થયા જળબંબાકાર - જુઓ તસ્વીરોમાં સુરત

છેલ્લા બે દિવસથી સુરતમાં વરસાદ માહોલ જામ્યો છે. સુરતમાં છેલ્લા બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વેસુ વિસ્તારના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ છે. જેથી જાણે રસ્તાઓ જ ગાયબ થઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયો છે. 


   

સુરતના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતાં. વિશેષ કરીને વરાછા, પાલનપુર જકાતનાકા, કતારગામ, પર્વત પાટિયા, રીંગ રોડ, ડિંડોલી, પાલ, અડાજણ, વેસુ સહિતના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયાં છે