બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (09:07 IST)

ભારતીય નૌકાદળ દ્વારા ગુજરાતમાં પૂર રાહત કામગીરી, અનેક લોકોને બચાવાયા

heavy rain in jamnagar
નાગરિક પ્રશાસનની સહાય માટેની વિનંતીના આધારે નેવલ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ (HADR) ની ટીમ જેમાં સહાયક ગિયર સાથે નૌકાદળના ડાઇવર્સનો સમાવેશ થાય છે, 13 સપ્ટેમ્બર, 2021ની સાંજે ચાલુ બચાવ પ્રયાસોમાં જોડાવા INS સરદાર પટેલથી રાજકોટ માટે ટૂંકી નોટિસ પર મોકલવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલા નાગરિક બચાવ પ્રયાસોને વધારવા માટે વધુ છ ટીમો તૈયાર છે.
 
તેવી જ રીતે, જામનગરના INS વાલસુરાથી અનેક રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી વરસાદથી પ્રભાવિત અને શહેરના પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાંથી ફસાયેલા લોકોને મદદ મળી શકે. જેમિની બોટ, લાઇફ વેસ્ટ, ફર્સ્ટ એઇડ કીટ અને અન્ય જરૂરી ગિયર્સથી સજ્જ, ટીમોએ વૃદ્ધો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોને બચાવ્યા અને તેમને સલામત સ્થળે ખસેડ્યા. નૌકાદળની ટીમોએ ફસાયેલા નાગરિકોને ફૂડ પેકેટ પણ આપ્યા હતા.
વરિષ્ઠ નૌકાદળના અધિકારીઓ પૂર રાહત પ્રવૃત્તિઓમાં જરૂરી કોઈપણ મદદ આપવા માટે નાગરિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે. વધુ બચાવ ટીમોને ટૂંકી સૂચના પર મોકલવા માટે તૈયાર રાખવામાં આવી છે.