બ્યુટી ટિપ્સ - તમારી સ્કિન મુજબ કરશો બ્લીચ તો મળશે ફાયદો
ચેહરાનો નિખાર મેળવવા માટે ચેહરા પર બ્લીચ કરવુ બેસ્ટ રીત છે. તેનાથી ચેહરા પર નાના-નાના રોમ મતલબ કાળા વાળ બ્લીચની મદદથી ગોલ્ડન થઈ જાય છે. જેનાથી ફેસ પર ગ્લો આવી જાય છે. પણ જરૂર કરતા વધુ બ્લીચ કરવાથી સ્કિન પર ખરાબ અસર પડે છે અને બ્લીચ કરવા માટે યોગ્ય રીતની જાણ હોવી ખૂબ જરૂરી છે. અમોનિયાની વધુ માત્રાનો ઉપયોગ કરવાથી સ્કિન ઈફેક્શન થવાનો ભય પણ રહે છે. જેનાથી ચેહરાનો નિખાર મેળવવાને બદલે નુકશાન પણ સહન કરવુ પડે છે. પહેલીવાર બ્લીચ કરી રહ્યા છો તો જાણી લો જરૂરી વાતો...
ત્વચાના મુજબ કરો બ્લીચની પસંદગી..
બ્લીચ હંમેશા સ્કિન પ્રમાણે જ કરવુ જોઈએ. આમ તો કોઈ ખાસ અવસર માટે ગોલ્ડ બ્લીચ સારી રહે છે. પણ સ્કિન ટાઈપના હિસાબથી જો બ્લીચ કરવામાં આવે તો સારુ રહે છે.
1. સેંસેટિવ સ્કિન - સેંસેટિવ સ્કિન માટે લેક્ટો બ્લીચ સારુ રહે છે. તેની ઈફૈક્ટ વધુ ઝડપીથી પડતી નથી.
2. નોર્મલ સ્કિન - નોર્મલ સ્કિન માટે ઓક્સી બ્લીચ બેસ્ટ ઓપ્શન છે. તેનાથી ત્વચા પર નિખાર આવી જાય છે.
3. ફેયર સ્કિન - ફેયર સ્કિનના વાળ માટે સૈફરોન બ્લીચ સારુ રહે છે.
4. ડાર્ક કલર - ડાર્ક કલરની સ્કિન માટે પર્લ બ્લીચ કરો. તેનાથી સારી ઈંફેક્ટ આવે છે.