શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 5 ફેબ્રુઆરી 2023 (13:13 IST)

ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત, પેટીએમની આવક વધીને રૂ.2,062 કરોડ થઈ

ભારતની ટોચની પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા ક્યુઆર કોડ અને મોબાઈલ પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમએ નાણાંકિય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી છે. કંપનીએ તેની સપ્ટેમ્બર 2023ની ગાઈડેડ ટાઈમલાઈનથી ઘણાં વહેલા એબીટા પૂર્વે ઈસોપ (ESOP) તરીકે રૂ.31 કરોડ મેળવીને સંચાલનલક્ષી કાર્યક્ષમતા હાંસલ કરી છે. ઈસોપ માર્જીન આવકના 2 ટકા જેટલો રહ્યો છે, જે એક વર્ષ પહેલાં આવકના 27 ટકા જેટલો હતો.
 
કંપનીના સ્થાપક અને સીઈઓ વિજય શંકર શર્માએ શેરધારકોને લખેલા એક પત્રમાં આ જાહેરાત કરતા વધુમાં જણાવ્યું છે કે “વૃધ્ધિમાં ધ્યાન કેન્દ્રિત કરીને અમે સંચાલનલક્ષી જોખમો અને નિયમપાલન બાબતે કડક ચકાસણી રાખી છે. મને અત્યંત વિશ્વાસ છે કે અમે ટૂંક સમયમાં ફ્રી કેશફ્લો (રોકડ પ્રવાહ) ધરાવતી કંપની બનવાનું હવે પછી સિમા ચિહ્ન હાંસલ કરવા માંગીએ છીએ.”
 
પેટીએમે તેના તમામ બિઝનેસીસમાં મજબૂત આવકની ગતિશીલતા જાળવી રાખી છે. કંપનીની કામગીરીઓમાંથી થયેલી આવક વધીને રૂ.2,062 કરોડ થઈ છે (આ ત્રિમાસિક ગાળામાં કોઈ યુપીઆઈ ઈન્સેન્ટીવ નોંધાયા નથી) અને 42 ટકાની YoY વૃધ્ધિ અને QoQ 8 ટકાની વૃધ્ધિ હાંસલ કરી છે. ત્રિમાસિક ગાળામાં કોન્ટ્રીબ્યુશન પ્રોફીટ રૂ.1,048 કરોડ થયો છે અને માર્જીન સતત સુધરતા રહીને ડિસેમ્બર, 2021માં 31 ટકા હતું જે ડિસેમ્બર 2022માં 51 ટકા થયો છે. પેમેન્ટસ બિઝનેસમાં નફાકારકતા વધતાં નેટ પેમેન્ટ માર્જીન વધીને ( YoY 120 ટકા વધીને) રૂ.459 કરોડ થયો છે.
 
ફાયનાન્સિયલ સર્વિસીસ બિઝનેસની આવક કે જેમાં મહદ્દ અંશે લોન વિતરણનો સમાવેશ થાય છે, તે હવે નાણાંકિય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 9 ટકા થી વધીને કુલ આવકના 22 ટકા જેટલી થઈ છે. કંપનીના લોન વિતરણ બિઝનેસનો વ્યાપ વધુ વિસ્તરીને 10.5 મિલિયન લોનનો થયો અને ત્રિમાસિક ગાળામાં વહેંચેલું  ધિરાણ રકમ રૂ.9,958 કરોડ થયું છે (તેના અગ્રણી પાર્ટનર સાથે મળીને).  પેટીએમની સંચાલન કામગીરીને કારણે આડકતરા ખર્ચાઓ (આવકની ટકાવારીના પ્રમાણમાં) માં ઘટાડો થયો છે અને ડિસેમ્બર 2021ના 58 ટકા સામે ડિસેમ્બર 2022માં આ ખર્ચ ઘટીને તે 49 ટકા થયો છે