ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : શુક્રવાર, 14 મે 2021 (07:38 IST)

Akshaya Tritiya 2021 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરો આ કામ, આખુ વર્ષ મળશે ધન

Akshaya Tritiya 2021 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ હોય છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે, જેને કારણે આખુ વર્ષ લક્ષ્મી કૃપા કાયમ રહે છે.
 
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે અક્ષય તૃતીયા આ વર્ષે 14 મે, શુક્રવારે એટલે આજે છે. શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે અક્ષય તૃતીયાને પડવાથી આ દિવસ વધુ વિશેષ બની ગયો છે.
 
અખાત્રીજ પર કરો આ કામ 
 
- મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. તેથી આ દિવસ માટે વિશેષ રૂપે સાફ સફાઈ કરો. પૂજામાં સ્વચ્છ કપડાં પહેરો. મા લક્ષ્મીનુ આહ્વાન કરો .
- બજારમાંથી 11 કોડીઓ લઈ આવો  અને તેમની પૂજા કરો અને પછી તેને  તિજોરીમાં પૈસા મુકવાના સ્થાન પર મુકી દો. 
-આ દિવસે સાત્વિક ભોજન લો. ભગવાનને ભોગ જરૂર લગાવો. કલેશ કંકાસથી બચો. 
- ગરીબોને યથશક્તિ દાન કરો. 
- આ દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. 
- આ દિવસે કરવામાં આવતા કાર્યો અક્ષય થઈ જાય છે.  તેથી, આ દિવસે કોઈએ શુભ કાર્યો કરવા જોઈએ.
-  સોના અથવા ચાંદીની લક્ષ્મીજીની ચરણ પાદુકા ઘરે લાવો અને તેની નિયમિત પૂજા કરો.