સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (10:47 IST)

સંસદનુ શીતકાલીન સત્ર શરૂ થતા પહેલા બોલ્યા PM મોદી - દરેક મુદ્દા પર થાય ખુલ્લા મને ચર્ચા

આજથી (18 નવેમ્બર) સંસદના શિયાળુસત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. શીતકાલીન સત્રના પહેલા દિવસે દિવંગત અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને રામ જેઠમલાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં અરુણ જેટલી નાણામંત્રી અને સુષમા સ્વરાજ વિદેશમંત્રી હતાં. સંસદમાં જમ્મુ-કાશ્મીર અને નાગરિકતા સંશોધન બિલ સહિત અનેક મુદ્દાઓ પર ગરમાગરમી થવાની શક્યતા છે.
 
તો આર્થિક સુસ્તી અને બેરોજગારી મામલે પણ વિપક્ષ સરકારને ઘેરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળોને દરેક મુદ્દા પર ચર્ચા કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. અમે તમામ પક્ષકારો સાથે હકારાત્મક મુદ્દાઓ અને પ્રદૂષણ, અર્થતંત્ર અને ખેડૂતોને લગતા બાકી મુદ્દાઓ પર કામ કરીશું. રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ વડા પ્રધાનની ખાતરી સાથે સહમત જોવા મળ્યા નહી. 
 
તેમણે કહ્યું કે, જ્યારે બેરોજગારી, આર્થિક મંદી અને ખેડૂતોની પરિસ્થિતિનો મામલો આવે છે, ત્યારે સરકાર જુદો જુદો અભિગમ અપનાવે છે. તેમણે કહ્યું કે વિપક્ષ આર્થિક મંદી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકાર પાસેથી જવાબ માંગશે.
 
આ ઉપરાંત વિપક્ષે કાશ્મીરના નેતા ફારૂખ અબદુલ્લાને સંસદની કામગીરીમાં સામેલ કરવામાં આવે તેવી માગ કરી છે.