1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (11:43 IST)

સબરીમાલામાં મહિલાઓનો પ્રવેશ : 2 જજની અસહમતિ પછી સુપ્રીમ કોર્ટએ લાર્જર બેન્ચને મોકલ્યો કેસ

સુપ્રીમ કોર્ટમાં કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના આદેશના વિરુદ્ધ દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશનને પાંચ જજોની બેન્ચે લાર્જર બેન્ચને મોકલી આપી છે.
 
કોર્ટે સંબંધિત મામલે જૂના આદેશ પર કોઈ સ્ટે નથી લગાવ્યો. એનો અર્થ એવો થયો કે જૂનો આદેશ સરકારે ચાલુ રાખ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી જસ્ટિસ આર. એફ. નરીમન, એ. એન. ખનવિલકર, ડી. વાય. ચંદ્રચૂડ અને ઇંદુ મલ્હોત્રાની બેંચે આ ફેંસલો સંભળાવ્યો છે.
આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને પોતાના આદેશ પર પુનર્વિચાર અરજીની સુનાવણી કર્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખી લીધો હતો.
કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર રોક છે કારણકે આ આયુવર્ગની મહિલાઓને જ પિરિયડ આવે છે.