Chandra Grahan 2019: ચંદ્ર ગ્રહણ પર શુ કરવુ શુ નહી ?
વર્ષનુ પ્રથમ ચંદ્રગ્રહણ 21 જાન્યુઆરીના રોજ લાગવાનુ છે. શાસ્ત્રો મુજબ કેટલાક કામ આ દરમિયાન કરવા ખૂબ લાભકારી રહે છે. આ દરમિયાન શુભ કાર્ય ન કરવુ પણ કેટલાક એવા કામ જે તમને લાભ જરૂર અપાવશે.
શુ કરવુ જોઈએ
1. આ સમય દરમિયાન મંત્ર જાપ અને ગુરૂ મંત્ર લેવો શાસ્ત્રો મુજબ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.
2. ગ્રહણનો સમય મેડિટેશન માટે પણ અતિ ઉત્તમ માનવામાં આવે છે.
3. ગ્રહણ દરમિયાન ગુરૂ, બ્રાહ્મણ અને પંડિતોને દાન દક્ષિણા આપવાથી સારુ ફળ મળે છે.
4. જો તમે તમારા બાળકોના અભ્યાસની શરૂઆત કરવા માંગો છો તો આ દિવસ શુભ રહે છે.
5. અભ્યાસ-લેખન સાથે જોડાયેલ નવુ કામ શરૂ કરવુ જેવુ કે પુસ્તક લખવુ, સંગીત, નૃત્ય કે ચિત્રકળાની શરૂઆત માટે ઉત્તમ સમય છે. 5th image
ચંદ્રગ્રહણ દરમિયાન ન કરશો આ 5 ભૂલ
23 જાન્યુઆરીએ
ચંદ્ર ગ્રહણ દરમિયાન અમુક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ નહી તો તેની ખરાબ અસર પડે છે.
1. ગ્રહણના સમય દરમિયાન ભોજન ન કરવુ. કારણ કે એ દરમિયાન ઘરમાં મુકેલો ખાવા પીવાનો પદાર્થ ઉપયોગ લાયક હોતો નથી.
2. સૂતક અને ગ્રહણ સમયમાં ખોટુ બોલવુ કે ખરાબ વિચારો મનમાં લાવવા નહી
3. ગ્રહણ સમયમાં મન અને બુદ્ધિ પર પડનારા ખરાબ પ્રભાવથી બચવા જાપ ધ્યાન કરવુ
4. ગ્રહણ દરમિયાન વ્યક્તિએ મૂર્તિને સ્પર્શ, નખ કાપવા કે વાળ કાપવા જેવા કામ ન કરવા
5. આ દરમિયાન બાળકો, ગર્ભવતી મહિલાઓ અને રોગીઓએ ખોરાક ખાવાથી કે દવા લેવાથી કોઈ દોષ લાગતો નથી.