શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2022 (15:37 IST)

Swine Flu: રસોડામાં જ મળી જશે આ જીવલેણ બીમારીથી બચવાના ઉપાય

સ્વાઈન ફ્લૂની એંટ્રી રાજસ્થાન પછી હવે ધીરે ધીરે તાજનગરીમાં પણ થઈ  ગઈ છે. સ્વાઈન ફ્લૂ એટલે વાયરલ તાવ જે વાયરસથી ફેલાય છે.  ચિકિત્સકોની સલાહ છે કે જો શરદી, ખાંસી અને તાવ હોય અને આ બે-ત્રણ દિવસમાં ઠીક ન થાય તો એચ1 એન1 ની તપાસ કરાવો. તેના સહેલા ટાર્ગેટ પહેલાથી બીમાર ચાલી રહેલ દર્દી, ગર્ભવતી મહિલાઓ વગેરે બને છે. 
 
આ રીતે ફેલાય છે સ્વાઈન ફ્લૂ 
 
સ્વાઈન ફ્લૂનો વાયરસ હવામાં ટ્રાંસફર થાય છે અને ખાંસવા, છીંકવા, થૂકવાથી વાયરસ આરોગ્ય લોકો સુધી પહોંચી જાય છે. 
 
આ રીતે કરો બચાવ 
 
દૂરી બનાવી  રાખો - કોઈ વ્યક્તિમાં સ્વાઈન ફ્લૂના લક્ષણ દેખાય 
 
કોઈ વ્યક્તિમાં સ્વાઈન ફ્લૂના લક્ષણ દેખાય તો તેમા ઓછામાં ઓછા ત્રણ ફીટનુ અંતર બનાવી રાખો. સ્વાઈન ફ્લૂના દર્દી જે વસ્તુનો ઉપયોગ કરે તેને પણ અડવુ ન જોઈએ. ખૂબ જરૂર પડતા માસ્કનો પ્રયોગ કરીને જ દર્દી પાસે જવુ જોઈએ. 
 
ગળે ન ભેટવુ  - જો કોઈમાં સ્વાઈન ફ્લૂના લક્ષણ દેખાય તો તેની સાથે હાથ મિલાવવ અને ગલે ભેટવાથી બચવુ જોઈએ. 
 
વેક્સીન લેવી  - સ્વાઈન ફ્લૂનો ટીકો જરૂર લગાવો. જેવો આવી જાય એચ1એન1 સંક્રમણથી બચાવ માટે આ સૌથી ઉત્તમ રસ્તો છે. 
 
હાથ સાબુથી ધુવો - તમારા હાથને હંમેશા સાબુ અને પાણીથી લગભગ 20 સેકંડ સુધી સારી રીતે ધુવો.  આ અનેક પ્રકારના સામાન્ય સંક્રમણોને રોકવા માટે સૌથી સારો ઉપાય છે. 
 
સ્વાઈન ફ્લૂના લક્ષણ 
સ્વાઈન ફ્લૂમાં 100 ડિગ્રીથી વધુ તાવ આવવો સામાન્ય વાત છે. સાથે જ શ્વાસ લેવામાં તકલીફ, નાકમાંથી પાણી વહેવુ, ભૂખ ન લાગવી, ગળામાં બળતરા અને માથાનો દુખાવો, જોઈંટ્સમાં સોજો, ઉલ્ટી અને ડાયેરિયા પણ થઈ શકે છે. સ્વાઈન ફ્લૂથી ગભરાવવાની કે ડરવાની જરૂર નથી. કારણ કે આ લાઈલાજ બીમારી નથી. થોડી સાવધાની રાખીને આ બીમારી પર કાબુ મેળવી શકાય છે. 
 
રસોડામાં જ મળી જશે સ્વાઈન ફ્લૂ માટે ઔષધિ 
 
તુલસી - ભારતીય ઘરમાં તુલસી સહેલાઈથી ઉપલબ્ધ થઈ જાય છે.  તુલસીમાં રહેલ એંટી-બૈક્ટેરિયલ અને એંટી વાયરસ બંને પ્રકારના તત્વોના કારણે આ  સૌથી લાભકારી જડી બુટ્ટી માનવામાં આવે છે. આ કોઈની પણ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારી શકે છે. તેથી એવુ તો નથી કહી શકાતુ કે આ સ્વાઈન ફ્લુને બિલકુલ ઠીક કરી દેશે. પણ એચ1એન1 વાયરસથી લડવામાં ચોક્કસ રૂપથી સહાયક સાબિત થઈ શકે છે. તુલસીના લાભ મેળવવા સૌથી સહેલી રીત છે કે રોજ તેના પાંચ સારી રીતે ધોયેલા પાનનો ઉપયોગ કરો. 
 
કપૂર - સ્વાઈન ફ્લૂથી બચવા માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે. વયસ્ક ચાહે તો કપૂરની ગોળીનો પાણી સાથે ઉપયોગ કરી શકે છે. બીજી બાજુ બાળકોએ તેનો પાવડર બટાકા અથવા કેળાને સાથે મિક્સ કરી દેવા જોઈએ. પણ કપૂરના સેવન વિશે વાત કરીએ તો ધ્યાન રાખો કે કપૂરને રોજ ન લેવી જોઈએ. મહિનામાં એક કે  બે વાર જ તેનો ઉપયોગ પર્યાપ્ત છે. 
 
ગિલોય - ગિલોય દેશભરમાં મોટાપ્રમાણમાં મળનારી દિવ્ય ઔષધિ છે. તેનો કાઢો બનાવવા માટે તેની એક ફૂટ લાંબી શાખ આને લઈને તુલસીની પાંચ છ પાનની સાથે 10 થી 15 મિનિટ સુધી ઉકાળવી જોઈએ. ઠંડી થયા પછી તેમા થોડા કાળા મરી, મિશ્રી, સેંધા લૂણ અથવા કાળુ મીઠુ મિક્સ કરો. આ ઔષધિ તમારા રોગ પ્રતિરોધક શક્તિને ચમત્કારિક ઢંગથી વધારી દે છે. 
 
લસણ - લસણમાં રહેલા એન્ટિ-વાયરલ ગુણો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે દરરોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે લસણની બે કળી લેવી જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
 
એલોવેરા - એલોવેરા એ બીજી લોકપ્રિય વનસ્પતિ છે જે ફ્લૂ સામે લડવાની તમારી ક્ષમતાને વધારે છે. તેનો ઉપયોગ દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. આ સિવાય એલોવેરા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. પાણી સાથે એક ચમચી એલોવેરા જેલનો ઉપયોગ ત્વચાને સુંદર તો બનાવી શકે છે, પરંતુ તે સ્વાઈન ફ્લૂની અસર ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે.
 
વિટામિન સી -  સામાન્ય રીતે માનવામાં આવે છે કે શિયાળાથી બચવાનો સૌથી સારો ઉપાય વિટામિન સી નો ઉપયોગ છે. જો કે સ્વાઈન ફ્લુ માટે પણ કારગર સાબિત થાય છે.  તેથી તમારા ખોરાકમાં વિટામિન સી ને સામેલ કરો.  વિટામિન સી બધા પ્રકારના ખાટા ફળો જેવા કે લીંબુ, આમળા, સંતરા વગેરેમાં ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. 
 
હળદર -  વર્ષોથી હળદરનો ઉપયોગ શરદી અને ઉધરસમાં રાહત આપવા માટે અને સૌંદર્ય પ્રસાધન તરીકે  કરવામાં આવે છે. હળદરમાં આવશ્યક તેલ અને કર્ક્યુમિન હોય છે, રંગદ્રવ્ય જે હળદરને રંગ આપે છે. કર્ક્યુમિનમાં ઘણા ઔષધીય ગુણો છે. આ સિવાય હળદરની સૌથી મોટી ગુણવત્તા એ છે કે તેને ઊંચા તાપમાને ગરમ કર્યા પછી પણ તેના ઔષધીય ગુણો નાશ પામતા નથી. નિષ્ણાંતોના મતે હળદરને હૂંફાળા દૂધમાં ભેળવીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને રોજ એક ગ્લાસ દૂધમાં થોડી પીસી હળદર ભેળવી પીવાથી સ્વાઈન ફ્લૂની અસર ઓછી થાય છે.