સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 મે 2019 (11:37 IST)

બજારમાં વેચાણ માટે મુકેલો ખાતરનો જથ્થો પરત ખેંચાશે, વેચાણ અચોક્કસ મુદત માટે બંધ

ખેડૂતોને વિતરણ થતા ડીએપી ખાતરની બેંગ્સમાં વજન ઓછું હોવાની ફરિયાદ ઊઠી હતી. જેના પગલે રાજય સરકારે જ દરમિયાનગીરી કરીને ખાતરનું વેચાણ શનિ-રવિ એમ બે દિવસ બંધ કરાવ્યું હતું. જો કે, સરકાર દ્વારા કરાયેલા વજનમાં પણ વજન ઓછું હોવાનું બહાર આવતા બજારમાં વેચાણ માટે મુકાયેલો તમામ જથ્થો પાછો ખેંચવાનું નક્કી કર્યુ છે. જયાં સુધી નવો જથ્થો બજારમાં મૂકી ન શકાય ત્યાં સુધી અચોક્કસ સમય મર્યાદા માટે ખાતરનું વેચાણ બંધ રહેશે. મગફળી,તુવેરકાંડ અને હવે ખાતરની બેંગમાં વજન ઓછું આપવાનું કૌભાંડ બહાર આવતા સરકારને તાત્કાલિક તપાસ હાથ ધરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છેકે, સમગ્ર કૌભાંડ જૂનાગઢ જિલ્લામાંથી બહાર આવ્યું હતું. કોંગ્રેસના3 ધારાસભ્યોએ વિતરણ કેન્દ્ર પર જ જનતા રેડ કરીને વજન કરતા 50 કિલોની એક બેગ્સમાં 300થી900 ગ્રામ જેટલું વજન ઓછું આવતું હોવાનું બહાર આવ્યું હતું. પરિણામે ગુજરાત સરકારે તા. 11 અને 12 મે,2019ના શનિ-રવિવાર દરમિયાન ડીએપી ખાતરનું વેચાણ બંધ કરીને તમામ જથ્થાનું વજન વિડીયોગ્રાફી મારફત કરાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે સોમવારથી પુન:વેચાણ કરવાની જાહેરાત કરી હતી.