ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 મે 2019 (12:42 IST)

ભાજપ સરકારે કરોડો રૂપિયાના ખાતરમાં કૌભાંડ આચર્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ભાજપ સરકારના ભ્રષ્ટાચારનો ઘડો હવે ઉભરાઇ રહ્યો છે. પહેલા ચાર હજાર કરોડનું મગફળી ખરીદ કૌભાંડ ત્યારબાદ તુવેર કાંડ અને હવે ગુજરાતના ખેડૂતોની ખાતરની બેગમાં ૩૦૦ ગ્રામથી ૧ કિલો સુધી ખાતર ઓછું મળી રહ્યાના કિસ્સા સામે આવ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આખી સરકારની મીલીભગતથી સરકારની કંપની દ્વારા કરોડો રૃપિયાનું કૌભાંડ આ ખાતરમાં કરવામાં આવી રહ્યું છે તેવો ગુજરાત કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખાતર કૌભાંડ અગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા  ગાંધીનગર જિલ્લાના ચિલોડા ખાતે જનતા રેડ કરવામાં આવી હતી. જનતા રેડ બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 'ખાતરની ૩ બેગનું વજન ચકાસવામાં આવ્યું. જેમાં એક બેગમાંથી ૫૦૦ ગ્રામ-બીજી બેગમાંથી ૩૫૦ ગ્રામ-ત્રીજી બેગમાંથી ૩૦૦ ગ્રામ ઓછું ખાતર નીકળ્યું. એક ડીએપીના એક કિગ્રાના ૨૮ રૃપિયા ગણવામાં આવે તો ૫૦૦ ગ્રામ ઓછું નીકળે. જેનો મતલબ કે એક બેગ દીઠ ૧૪ રૃપિયાનું કૌભાંડ થઇ રહ્યું છે. મુખ્યમંત્રી, કૃષિ મંત્રી ફક્ત નિવેદનો જ કરે છે. ખાલી નિવેદનબાજી તે તપાસના હૂકમો કરવાને સ્થાને ખેડૂતોનું હિત સાચવવા ભ્રષ્ટાચારી-કૌભાંડીઓ સામે રડક પગલા લઇ દાખલો બેસાડવો જોઇએ. તમામ ખેડૂતોના લૂંટેલા પૈસા વળતર સ્વરૃપે સરભર કરી આપવા જોઇએ. 
ભાજપ સરકારે કરોડો રૂપિયાના ખાતરમાં કૌભાંડ આચર્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
ભાજપ સરકારના ભ્રષ્ટાચારનો ઘડો હવે ઉભરાઇ રહ્યો છે. પહેલા ચાર હજાર કરોડનું મગફળી ખરીદ કૌભાંડ ત્યારબાદ તુવેર કાંડ અને હવે ગુજરાતના ખેડૂતોની ખાતરની બેગમાં ૩૦૦ ગ્રામથી ૧ કિલો સુધી ખાતર ઓછું મળી રહ્યાના કિસ્સા સામે આવ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આખી સરકારની મીલીભગતથી સરકારની કંપની દ્વારા કરોડો રૃપિયાનું કૌભાંડ આ ખાતરમાં કરવામાં આવી રહ્યું છે તેવો ગુજરાત કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાતર કૌભાંડ અગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા  ગાંધીનગર જિલ્લાના ચિલોડા ખાતે જનતા રેડ કરવામાં આવી હતી. જનતા રેડ બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 'ખાતરની ૩ બેગનું વજન ચકાસવામાં આવ્યું. જેમાં એક બેગમાંથી ૫૦૦ ગ્રામ-બીજી બેગમાંથી ૩૫૦ ગ્રામ-ત્રીજી બેગમાંથી ૩૦૦ ગ્રામ ઓછું ખાતર નીકળ્યું. એક ડીએપીના એક કિગ્રાના ૨૮ રૃપિયા ગણવામાં આવે તો ૫૦૦ ગ્રામ ઓછું નીકળે. જેનો મતલબ કે એક બેગ દીઠ ૧૪ રૃપિયાનું કૌભાંડ થઇ રહ્યું છે. મુખ્યમંત્રી, કૃષિ મંત્રી ફક્ત નિવેદનો જ કરે છે. ખાલી નિવેદનબાજી તે તપાસના હૂકમો કરવાને સ્થાને ખેડૂતોનું હિત સાચવવા ભ્રષ્ટાચારી-કૌભાંડીઓ સામે રડક પગલા લઇ દાખલો બેસાડવો જોઇએ. તમામ ખેડૂતોના લૂંટેલા પૈસા વળતર સ્વરૃપે સરભર કરી આપવા જોઇએ.