રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Updated : શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (17:15 IST)

ગુજરાતના બજેટની તડામાર તૈયારી: 1.80 લાખ કરોડનું કદ રહે તેવી ધારણા

વિધાનસભાની ચૂંટણીના આવેલા પરિણામો અને લોકસભાની માથે ગાજી રહેલી ચૂંટણી વચ્ચે જીએસટીના અમલવારી સાથેનું પ્રથમ બજેટની તૈયારી જોરશોરથી આવી રહી છે. નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ 2018-19ના બજેટને લઈને વિભાગવાર સમીક્ષાઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં શ થનાર બજેટ સત્ર માયે નાણાં વિભાગે તમામ તૈયારીઓ શ કરી દીધી છે. ગત બજેટ વખતથી જ સરકારે પ્લાન અને નોન પ્લાન ખર્ચ અલગ-અલગ બનાવવાના બદલે એક જ હેડ હેઠળ લઈ જવા આવ્યા છે. તો બીજીબાજુ સરકારની આવકમાં 12થી 15 ટકાનો વધારો થયો હોવાથી લોકભોગ્ય બજેટ રહે તેવા સંકેતો નાણાં મંત્રાલય તરફથી મળી રહ્યા છે સામે વિવિધ વધારા ખર્ચને પહોંચી વળવા માટે ગત વર્ષ કરેલી જોગવાઈના પરિણામે પુરાંત ઘટશે. રાજ્ય સરકારની સ્ટેમ્પ્ની, વેટની મોટર વાહનની આવકમાં વધારો થયો છે. વેટની આવકમાં વધારાની 5 ટકા વધે તેવા સંકેતો છે. જયારે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં 15 ટકાનો વધારો નોંધનીય રહેવા પામ્યો છે. રાજ્ય સરકારની તિજોરીમાં વિવિધ હેડ હેઠળ આવેલા વેરાની આવક આવતા બજેટમાં કેટલીક રાહત બની રહેશે પરંતુ પુરાંતનો વધારો થવો મુશ્કેલ હોવાનું સચિવાલયના સૂત્રોમાંથી જાણવા મળે છે.ગત વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી કર્મચારીઓને સાતમું પગારપંચ, ખેડૂતોને સબસિડી, બોનસ, પુરરાહત પેકેજના કારણે 15000 કરોડનો વધારો થવા પામ્યો છે. જેની અસર ચોક્કસપણે આગામી બજેટમાં જોઈ શકાશે. સામે જીએસટીના કારણે વેરાની આવક્માં મોટા ગાબડાની ભીતિ સેવાઈ રહી છે. કેન્દ્રીય કરવેરાનો મળતો હિસ્સો રાજ્યવેરામાં મળેલી વધારાની આવક અને સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોને લઈને પુરાંતમાં ઘટાડો થશે. ગત વર્ષ બજેટનું કદ 1.72 લાખ કરોડનું હતું જેમાં 10 ટકાની આસપાસ વધારો થાય તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. આગામી 20-8-19ના બજેટનું કદ 1.80 લાખ કરોડશ્રું રહેવાનો અંદાજ છે તો 6500 કરોડની પુરાંતનો અંદાજ વધતી આવકના કારણે મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્વની યોજનાઓ જાહેર કરવામાં આવશે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે કલ્યાણપ પુરવાર થશે.