બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Hindu Dharm - મંગળવારે આ કામ કરનારને ક્યારેય પૈસાની તંગી આવતી નથી

અઠવાડિયાનો ત્રીજો દિવસ મંગળવાર હોય છે.  આ દિવસે મહાબલી હનુમાનની પૂજાનુ વિધાન છે. સૌરમંડળમાં રહેલા બધા ગ્રહોમાં મંગળ ગ્રહને હનુમાનના શાસનનો ગ્રહ માનવામાં આવે છે. 
 
બળ, બુદ્ધિ, વિદ્યા દાતા હનુમાનજીની પૂજાથી વ્યક્તિ જીવનના દરેક સંકટથી મુક્તિ મેળવી લે છે.  બધા દેવોમાં હનુમાનજીને જ આ ઘરતી પર જીવિત દેવ તરીકે માનવામાં આવ્યા છે. જે આ કળયુગમાં ધરતી પર વિચરણ કરે છે. 
 
જો તેઓ કોઈની ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે તો એ વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે. આવો હવે તમે પણ હનુમાનજીને પ્રસન્ન કરવાની આ રીત જાણી લો. જેમા તમને ક્યારેય પણ ધન સંકટ નહી આવે. 
 
મંગળવારે હનુમાન મંદિરમાં જાવ.  ત્યા હનુમાનજીની મૂર્તિમાંથી સિંદૂર લઈને સીતા માતાના ચરણોમાં ચઢાવી દો અને મનમાં જે ઈચ્છા છે તે જણાવી દો. એવુ માનવામાં આવે છે કે હનુમાનજી રામજી ઉપરાંત સીતામાતાના પણ પ્રિય છે તેથી તેઓ તેમના ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે. 
 
જો સતત અનેક દિવસોથી તમને કોઈ બીમારી સતાવી રહી છે કે તમે કોઈ સંકટમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને તેમાંથી બહાર નથી આવી રહ્યા તો 100 દિવસ સુધી સતત હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
આ ઉપરાંત એક વધુ ઉપાય કરી શકો છો. રોજ નિયમ મુજબ પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
મંગળવારે અને શનિવારના દિવસે સુંદર કાંડનો પાઠ કરો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો.  યાદ રાખો કે જ્યારે પણ તમે પાઠ કરી રહ્યા હોય તો હનુમાનજીની મૂર્તિની સામે એક જ્યોતિ જરૂર પ્રગટાવો.