બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (15:26 IST)

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારી,મુખ્ય સચિવની મુલાકાત

કેવડીયાની સાધુ ટેકરી પર આકાર લઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમાનું 31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે તેવી શકયતાઓ તેજ બની છે. શિવરાત્રીના દિવસે રાજયના મુખ્ય સચિવ જે.એન. સિંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. 2,989 કરોડ રૂપિયાના પ્રોજેકટમાં અત્યાર સુધી 80 ટકા કામગીરી પુરી થઇ છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને તેની કામગીરીનું જાત નીરીક્ષણ કરી રાજ્યના મુખ્ય સચિવે આ તમામ કામ 31 ઓક્ટોબર પહેલા પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમાનું ખાતમુહૂર્ત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2013ના રોજ કર્યુ હતું.31 ડિસેમ્બર 2014 ના રોજ આ પ્રતિમાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હવે 31 ઓકટોબર 2018ના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતાઓ છે. આ પ્રોજેકટ પાછળ 2989 કરોડના ખર્ચ કરવામાં આવશે. કોંક્રિટનું સ્ટ્રકચર તૈયાર થઇ ગયા બાદ હવે બે તબકકામાં આખરી ઓપ આપવામાં આવશે.