ક્રિસમસ : અહીં બન્યો 500 કિલોનો લંડન બ્રિજ કેક !!
આખી દુનિયામાં ક્રિસમસની તૈયારીઓ જોરો પર છે. ક્યાં ક્રિસમસની પાર્ટી થઈ રહી છે. તો ક્યાં આ તહેવારને વધુ સ્પેશ્યલ બનાવવા માટે પ્રતિયોગિતાઓ આયોજિત કરાઈ રહી છે . બેંગલૂરૂમાં આયોજિત આવી જ એક પ્રતિયોગિતામાં 500 કિલોગ્રામનો કેક તૈયાર કરાયો છે. આ કેક લંડન બ્રિજની પ્રતિકૃતિ છે.
બેગલુરૂના ઈંડિયન હાઈ સ્કૂલમાં આયોજિત કેક શોના સમયે આ કેક બધા દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ કેક 16 ડિસેમ્બરે શરૂ થયો હતો જે ન્યૂઈયર ઈવ સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે લંડન બ્રિજની પ્રતિકૃતિવાળા આ કેકને બેંગલૂરૂના બેકરી બિઝનેસમેન અને કેક આર્ટિસ્ટ સી રામાચંદ્રનએ બનાવ્યો છે રામચંદ્રનએ કહ્યું કે લંડન બ્રિજની કેક પ્રતિકૃતિ બનાવવી સરળ નહોતી અને આ કારણ જ આ કેક માટે લંડન બ્રિજ પસંદ કર્યો. આ કેક 7.5 ફીટ ઊંચો છે. ડ્રેગન કેક પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.