ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (16:59 IST)

બનાસકાંઠામાં પાકિસ્તાનનું વોટ્સએપ ગૃપ ક્રિએટ, જિલ્લાની આંતર રાષ્ટ્રીય સરહદેથી મળ્યું બાઝ પક્ષી

દેશની કાશ્મીર સરહદ ઉપર નાપાક પાકિસ્તાન દ્વારા અવાર-નવાર સીમા કરારનો ભંગ કરી બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. જેથી સરહદ ઉપર તંગદિલી પ્રસરી છે.સામે ભારતના વિર જવાનો પણ પાકની આ નાપાક હરકતનો મુહતોડ જવાબ આપી રહ્યા છે.આવી સ્થિતિમાં પાકિસ્તાનના કેટલાક શખ્સો દ્વારા વોટ્સએપ ગૃપ ક્રિએટ કરી તેમાં ભારતના યુવાનોને જોડવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું બહાર આવવા પામ્યું છે.  જેમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં સોશિયલ મિડીયામાં આવું ગૃપ ફરતું થતાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે આધારભૂત સુત્રોએ જણાવ્યું હતુ કે,પાકિસ્તાનના હૈદરાબાદ સ્થિત કોઇ અજાણ્યા શખ્સ દ્વારા ક્રિએટ કરાયેલા વોટસએપ ગૃપમાં પાલનપુરના અસંખ્ય યુવકોને જોડવામાં આવ્યા છે.  જેમની સાથે ગૃપમાં ચેટીંગ પણ કરવામાં આવે છે. ત્યારે આ ગેરકાયદે પ્રવૃતિથી વોટસએપ ગૃપના એડમીન સાથે દેશ વિરોધી પ્રવૃતિ કરનારા શખ્સો જોડાઇને બનાસકાંઠા જિલ્લો તેમજ પાલનપુર સહિત દેશની  આંતરિક સુરક્ષા ઉપર ખતરારૂપ સાબિત થઇ શકે છે. જેની ગંભીર નોંધ લઇ જવાબદાર તંત્ર દ્વારા પગલા ભરવામાં આવે તેવી દેશપ્રેમીઓનો સુર ઉઠવા પામ્યો છે. તો બીજી બાજુ બનાસકાંઠા પાસેની આંતર રાષ્ટ્રીય સરહદેથી મળેલા ઘાયલ બાઝને પાલનપુરમાં સારવાર આપવામાં આવી રહી છે. પાકિસ્તાન સરહદેથી મળેલુ બાઝ પક્ષીનો જાસૂસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે કેમ ? તેની ખાતરી કરવામાં આવી છે. અને બીએસએફના જવાનોએ તેને વનવિભાગને સોંપ્યુ છે. ભૂતકાળમાં અનેક વખત ૫ક્ષીનો જાસુસ તરીકે ઉ૫યોગ કરાતો હોવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે સરહદ ઉ૫રથી ઘાયલ અવસ્થામાં મળી આવેલુ આ બાજ તપાસનો વિષય બન્યુ છે. ૫ક્ષીમાં ચી૫ લગાવીને તેનો જાસુસ તરીકે ઉ૫યોગ કરવાની ૫દ્ધતિ ખુબ જુની છે. હજુ ૫ણ ઘણા વિસ્તારોમાં તેનો ઉ૫યોગ થાય છે.