બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (13:19 IST)

તો ભાજપની રણનિતિ શંકરસિંહ કે તેમના પુત્રને રાજ્યસભામાં મોકલવાની છે?

પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં ફરી ઘર વાપશી કરે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. ભાજપમાં  ઘર વાપસી કર્યા બાદ તેમને રાજયપાલ બનાવવા અથવા તેમને કે તેના પુત્ર મહેન્દ્રસિંહને રાજયસભામાં લડાવીને દિલ્હી મોકલવાનો વ્યુહ હોવાની ચર્ચા છે. ઉપરાંત  બાપુની જન વિકલ્પ પાર્ટીનું ભાજપમાં   વિલીનીકરણ થાય તેવી સંભાવના છે. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં જન વિકલ્પ પાર્ટીને ઉમેદવારો મળવા મુશ્કેલ બન્યા હતાં.

માંડ માંડ ત્રણેક ઉમેદવારો રહ્યા હતાં. પરંતુ અસર જમાવી શકયા નહોતાં. ગુજરાતમાં કેશુભાઇ પટેલની સરકાર હતી ત્યારે શંકરસિંહે બળવો કરીને રાજપા પક્ષ બનાવેલ અને પોતાની સરકાર બનાવી હતી. એકથી દોઢ વર્ષમાં ફરી ચૂંટણી આવતાં રાજપાને વિખેરીને કોંગ્રેસમાં વિલીનીકરણ કરેલ. ત્યાર પછી સમયમાં બાપુએ કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા તરીકે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજીનામા ધરી દીધા  હતાં. બાપુએ ટેકેદારોને લઇ જન વિકલ્પ પાર્ટીની રચના કરી હતી.