સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 9 માર્ચ 2024 (01:52 IST)

શુ છે રતાળુ જેને ખાવુ કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરી શકે છે. જાણો આ શાકને ખાવાના ખાસ ફાયદા

રતાળુ ખાવાના ફાયદા - રતાળુ આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે. આ શાકને ફાઈબર પાચન ક્રિયાને ઝડપી કરવાની સાથે તમારા આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓથી બચાવી શકે છે. આવો જાણીએ તેના ફાયદા. 
 
રતાળુ ખાવાના ફાયદા - રતાળુ ખાધુ છે તમે જો નહી તો તમારે તેને જરૂર ખાવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે આ શાક માટીની અંદર બટાકાની જેમ વધે છે અને તેનુ ઝાડ બહાર હોય છે. અંગ્રેજીમાં તેને યમ (Yam) કહે છે અને અનેક રાજોમાં આ જિમીકંદ અને સૂરણ પણ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ શાકની ખાસ વાત એ છે કે તેમા ફાઈબર સહિત અનેક પ્રકારના એવા તત્વ હોય છે જેને કારણે લોકોને તેને ખાવુ જોઈએ. આ ઉપરાંત તેમા અનેક પ્રકારના પોષક તત્વો બીજા પણ છે જે આ શાકને ખાવાનુ મોટુ કારણ છે. તો આવો જાણીએ આ તમામ વસ્તુઓ વિશે વિસ્તારથી...  
 
રતાળુના ખાસ પોષક તત્વ 
 
રતાળુ પોષક તત્વોથી ભરપૂર છે અને તેમા અનેક પ્રકારના વિટામિન અને ન્યૂટ્રિએંટ્સ છે. જેવુ કે સૌથી પહેલા તેમા વિટામિન સી, ફાઈબર, થાયમિન, મૈગેનીઝ, બી 6 અને પોટેશિયમ હોય છે. આ ઉપરાંત રતાલુનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો થાય છે અને પ્રતિ 100 ગ્રામમાં 118 કેલોરી હોય છે. બટાકાના અન્ય ઉત્પાદનોની તુલનામાં તેમા 54% ગ્લુકોઝ હોય છે. તેથી તમે તેને અનેક કારણસર ખાઈ શકો છો. 
 
 
રતાળુ ખાવાના ફાયદા - Ratalu benefits for health
 
 
1. હાઈ કોલેસ્ટ્રૉલમાં લાભકારી 
સૌથી મોટી વસ્તુ એ છે કે તેમા ફાઈબર અને રફેજ ભરેલુ હોય છે.  આ કારણે, તે ધમનીઓમાં જમા થયેલા કોલેસ્ટ્રોલના કણોને શોષી લે છે અને પછી તેને પોતાની સાથે બહાર લાવે છે. એટલું જ નહીં, તે ધમનીઓને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. તેથી, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે, તમારે રતાળને ઉકાળીને તેનું શાક તૈયાર કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
 
2. પેટ માટે સારુ છે 
પેટ માટે રતાળુ ખાવુ ખૂબ લાભકારી છે. આ ફાઈબરથી ભરપૂર શાક પાચન ક્રિયાને ઝડપી કરવા સાથે તમને આંતરડાની ગતિને ઝડપી કરે છે. જેનાથી ખાવાનુ પચવુ સહેલુ થઈ જાય છે. આ ઉપરાંત તેને ખાવુ કબજિયાત અને બવાસીરની સમસ્યાથી પણ બચાવમાં મદદરૂપ છે. આ તમામ કારણોસર તમારે પેટને હેલ્ધી રાખવા માટે રતાળુ ખાવુ જોઈએ. 
 
3. રતાળુ રેડ બ્લ્ડ સેલ્સને પ્રોત્સાહન આપે છે. 
 
રતાળુમાં આયરનની માત્રા હોય છે જે શરીરની લાલ રક્ત કોશિકાઓની સંખ્યાની સંખ્યા બચાવવા અને વધારવામાં મદદ કરે છે. તેમા કોપર અને આયરન હોય છે. જે લોહીના સંચારમાં મદદ કરે છે. તેથી જે લોકોમા લોહીની કમી હોય છે તેમણે પણ રતાળુ ખાવુ જોઈએ. તમે તેને બાફીને ચાટ બનાવીને ખાઈ શકો છો.  તમે આનુ શાક ખાઈ શકો છો અને કશુ નહી તો તમે દૂધમાં મિક્સ કરીને પણ તેને ખાઈ શકો છો.