બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (13:22 IST)

કોરોનાના કારણે PG વ્યવસાયને લાગ્યો ઝટકો, 70 ટકા રૂમ થઇ ચૂક્યા છે ખાલી

કદાચ જ કોઇ એવું સેક્ટર થશે જે કોરોના ગ્રહણથી પ્રભાવિત થયું ન હોય. અમદાવાદમાં અભ્યાસ અને બે પૈસા કમાવવા માટે આવનાર લોકો ભાડે અથવા પીજીમાં રહે છે. પરંતુ શહેરમાં ધમધતો પીજીનો ધંધો અચાનક મૃત્યપાય પર આવી ગયો છે. કારણ કે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તથા પ્રોફેશનલ અમદાવાદ છોડી ચૂક્યા છે.  
 
પીજી ચલાવનાર અમદાવાદના વેપારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં લગભગ 2 લાખ પીજી છે. અહીં લગભગ 15 લાખ છોકરા, છોકરીઓ અને નોકરી કરનાર લોકો રહે છે. એક વ્યક્તિને બે ટાઇમ ભોજ તથા બે ટાઇમ ચા નાસ્તો સહિત ઓછામાં ઓછા 5,000 રૂપિયા પીજી સંચાલક લે છે. એટલે દર મહિને 750 કરોડ રૂપિયાનો બિઝનેસ પડી ભાગ્યો છે.  
 
લોકડાઉન બાદથી પીજીમાં રહેનાર 70 ટકા લોકો રૂમ ખાલી થઇ ચૂક્યા છે. હાલ ફક્ત 20 થી 30 ટકા લોકો અહી રહે છે. મોટાભાગના લોકો માટે અમદાવાદ છોડતાં ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઘણા બધા લોકો આ વ્યવસાય પર નિર્ભર હતા. જેથી તેમના પરિવારની હાલત પણ ખરાબ થઇ ચૂકી છે. શહેરના પશ્વિમી ભાગમાં સેટેલાઇટ, વસ્ત્રાપુર, ગુરૂકુલ, સોલા, સાયન્સ સિટી, નારણપુરા, ગુજરાત યુનિવસિર્ટી, ઘાટલોડિયા, પાલડી, વાસણા, આંબાવાડી વિસ્તારમાં મોટાભાગના પીજી ચાલી રહ્યા છે.