1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (13:50 IST)

રાજકોટમાં કોરોનાનો હાહાકાર, 33 દર્દીઓના મોત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1379 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે ત્યારે રાજકોટમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે વધુ 33 દર્દીઓના મોત થયા છે. જેમા રાજકોટ શહેરના 29, જિલ્લાના બે અને અન્ય જિલ્લાના બે દર્દીઓનો સમાવેશ થાય છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI વી.કે.ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં પ્રથમ સનિયર ડોક્ટર બી.ડઢાણીયાનું કોરોનામાં મોત નીપજ્યું છે. આથી રાજકોટના તબીબ આલમમાં શોકની લાગણી જોવા મળી રહી છે. 
 
છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાની સારવાર લઇ રહેલા 98 દર્દીઓના મોત થયા છે જેમાં 80 દર્દી રાજકોટ શહેરના છે અને ગત 15 દિવસમાં 1600 નવા કેસો નોંધાયા છે, અને આ સ્થિતિ છતાં જિલ્લા વહીવટી તંત્ર, મહાપાલિકા અને સરકારના ઉચ્ચ અધિકારીઓ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી રહ્યા છે. રાજકોટની હોસ્પિટલમાં કોરોનાના દર કલાકે એક કે એકથી વધુ દર્દીના થતા મૃત્યુ ચિંતાનો વિષય બન્યો છે.
 
મોટાભાગના મૃત્યુ ડાયાબીટીસ, બી.પી. જેવી કોમોર્બીડ દર્દીઓના થતા હોય છે. આ પહેલા મુખ્યમંત્રીએ પણ કો મોર્બીડ દર્દીના મૃત્યુ કોરોનાથી મૃત્યુ થયાનું ગણાતું નથી પરંતુ, આ દર્દીના કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલા હોય છે અને ચેપ અન્યને ન પ્રસરે  તે માટે તેની અંતિમક્રિયા ચૂસ્ત કોરોના પ્રોટોકોલ મૂજબ જ કરાય છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે  રાજકોટમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4830એ પહોંચ્યો છે જે પૈકી 113 લોકોની સારવાર ચાલી રહી છે. ગુરુવારે 202 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, જ્યારે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નહીં થયાનો દાવો મનપા દ્વારા કરવામાં આવ્યો છે. મહાપાલિકા હવે એવા દર્દીનું મોત જ જાહેર કરે છે. જે માત્રને માત્ર કોરોનાથી જ મોતને ભેટ્યા હોય, જ્યારે જિલ્લામાં 24 કલાક દરમિયાન વધુ 46 કેસ સાથે 2367 કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ જિલ્લામાં કુલ કેસનો આંકડો 2367એ પહોંચ્યો છે.