શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (23:19 IST)

IPL 2020: રાહુલની સદી પછી પંજાબના બોલરોનો કમાલ, KXIP એ RCB ને 97 રનોથી હરાવ્યુ

કિંગ્સ ઈલેવન પંજાબે ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020‌) મેચમાં ગુરૂવારે રોયલ ચેલેજર્સ બેંગલોરને 97 રનથી હરાવ્યા. કિંગ્સ ઈલેવને કપ્તાન કેએલ રાહુલના અણનમ 132 રનની મદદથી ત્રણ વિકેટ પર 206 રન બનાવ્યા. જેના જવાબમાં રૉયલ ચૈલેજર્સની ટીમ 17 ઓવરમાં 109 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ  પહેલા કિંગ્સ ઈલેવન પંજાબે પ્રથમ બેટિંગનુ આમંત્રણ મળતા રઑયલ ચેલેજર્સ બેંગલોર વિરુદ્ધ ત્રણ વિકેટ પર 206 રન બનાવ્યા.  
 
કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી કેપ્ટન કેએલ રાહુલે અણનમ 132 રન બનાવ્યા હતા. રાહુલે આ ઝડપી ઇનિંગ્સ 69 બોલમાં રમી હતી. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી બે વાર રાહુલનો કેચ ચૂકી ગયો. જ્યારે રાહુલ 83 અને 89 રન પર હતો ત્યારે કોહલીએ તેની કેચ છોડી દીધી, તેનો ફાયદો ઉઠાવતા તેણે છેલ્લી બે ઓવરમાં 49 રન ઉમેરવામાં મહત્વની ભૂમિકા ભજવી. 

\\\\
 
મયંક અગ્રવાલ 26, નિકોલસ પુરાન 17, ગ્લેન મેક્સવેલ 5 અને કરૂણ નાયરે અણનમ 15 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી યુઝવેન્દ્ર ચહલે 25 રન આપી 1 વિકેટ લીધી હતી અને શિવમ દુબેએ 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે 33, નવદીપ સૈનીએ 37 અને ડેલ સ્ટેઈને 57 રન આપ્યા હતા. ત્રણેય બોલરો કોઇ વિકેટ મેળવી શક્યા ન હતા. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.