શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (12:32 IST)

IPL - શિખર ધવનની કમાલની બેટિંગ, થોડાક જ કલાકમાં મૈક્સવેલ પાસેથી છીનવી ઓરેંજ કૈપ

દિલ્હી કૈપિટલ્સ (DC)ના ઓપનર શિખર ધવનની ઈંડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14મી સીઝનમાં શાનદાર ફોર્મ ચાલુ છે. તેમણે પંજાબ કિંગ્સ (PBKS) વિરુદ્ધ 92 રનની રમત રમી. ધવનની આ સીઝનમાં બીજી હાફ સેંચુરી છે. તેમની આ રમતના દમ પર દિલ્હીએ પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યુ. 
 
ધવન આ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બની ગયા છે. મતલબ ઓરેંજ કૈપ ધવન પાસે આવી ગઈ છે. તેમણે રૉયલ ચેલેજર્સ બેંગલુરુ (RCB)ના ગ્લેન મૈક્સવેલને પાછળ ધકેલ્યો.  શિખર ધવને 3 મેચોમાં 62ની સરેરાશથી 186 રન બનાવ્યા છે બીજી બાજુ મૈક્સવેલ 3 મેચમાં 58.66 ની સરેરાશથી 176 રન બનાવ્યા છે. 
 
દિલ્હી અને પંજાબ કિંગ્સના બીચ મેચ શરૂ થતા પહેલા ઓરેંજ કૈપ મૈક્સવેલની પાસે હતી. તેમણે રવિવારને કલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)ના વિરુદ્ધ મેચમાં 78 રન.. રન બનાવીને કર તેને મેળવ્યુ હતુ.  પણ થોડા કલાકની અંદર ધવને તેના ઓરેંજ કૈપ છીનવી લીધી.