શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 19 એપ્રિલ 2022 (00:48 IST)

IPL: યુઝવેન્દ્ર ચહલના નામે રહી સિઝનની પ્રથમ હેટ્રિક, કલકત્તા સામે એક જ ઓવરમાં લીધી 4 વિકેટ

. સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે સોમવારે આઈપીએલ 2022ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જોરદાર પ્રદર્શન કર્યું અને 5 વિકેટ લીધી. તેણે તેના ક્વોટાની છેલ્લી ઓવરમાં 4 વિકેટ લીધી હતી. તેણે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈનિંગની 17મી ઓવરના છેલ્લા 3 બોલમાં સતત વિકેટ લઈને હેટ્રિક પણ પૂરી કરી હતી. IPLની 15મી સિઝનની આ પહેલી હેટ્રિક હતી.
 
ચહલે પોતાના ક્વોટાની 4 ઓવરમાં 40 રન આપ્યા અને 5 વિકેટ પોતાના નામે કરી. તેણે તેના ક્વોટા (17મી ઇનિંગ્સ) ઓવરના છેલ્લા 3 બોલમાં 3 વિકેટ લીધી અને હેટ્રિક પૂરી કરી. વેંકટેશ અય્યર પ્રથમ બોલ પર સ્ટમ્પ થઈ ગયો હતો. ત્યારબાદ ચોથા બોલ પર શ્રેયસ અય્યર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. 5માં બોલ પર રિયાન પરાગે શિવમ માવી (0)ને કેચ આઉટ કરાવ્યો હતો. પેટ કમિન્સ છેલ્લા બોલ પર સંજુ સેમસનના હાથે કેચ આઉટ થયો હતો, જેના કારણે ટીમનો સ્કોર 8 વિકેટે 180 રન થઈ ગયો હતો.
 
ચહલે આઈપીએલમાં પહેલીવાર 5 વિકેટ હૉલ પોતાને નામે કર્યો
 
યુઝવેન્દ્ર ચહલે IPLમાં પ્રથમ વખત 5 વિકેટ લીધી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ એકંદરે 21મી હેટ્રિક છે. ચહલ રાજસ્થાન રોયલ્સ તરફથી હેટ્રિક લેનારો પાંચમો બોલર બન્યો. અગાઉ રાજસ્થાન તરફથી અજીત ચંદિલા, પ્રવીણ તાંબે, શેન વોટસન અને શ્રેયસ ગોપાલ IPLમાં હેટ્રિક લઈ ચૂક્યા છે.
 
રાજસ્થાન રોયલ્સે આ મેચમાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા અને કોલકાતાને જીતવા માટે 218 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાન તરફથી ઓપનર જોસ બટલરે શાનદાર સદી ફટકારી હતી. તેણે 61 બોલની ઈનિંગમાં 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. કોલકાતાની ટીમ માત્ર 2 બોલ બાકી રહેતા 210 રન બનાવી શકી હતી. તેના માટે કેપ્ટન શ્રેયસ અય્યરે 51 બોલમાં 85 રન બનાવ્યા જ્યારે ઓપનર એરોન ફિન્ચે 58 રન બનાવ્યા.