શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (15:07 IST)

IPL 2023: CSK ની જીત છતા કેમ નારાજ થયા એમએસ ધોની, મેચ પછી કપ્તાની છોડવાની ધમકી આપી દીધી !

Dhoni
IPL 2023, MS Dhoni CSK Captaincy: આઈપીએલ 2023ના છઠ્ઠા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સએ લખનૌ સુપર જાયન્ટ્સને 12 રનથી હરાવીને પોતાનુ ખાતુ ખોલ્યુ. ચેન્નઈના ચેપૉક મેદાન પર રમાયેલ આ મેચમાં રોમાંચક જંગ જોવા મળી. બંને ટીમોએ 200થી વધુ રન બનાવ્યા પણ અંતમાં બાજી હોમ ટીમ સીએસકે એ મારી. ચેન્નઈને આ મેચમાં જીત તો મળી પણ તેમના કપ્તાન એમએસ ધોની તેનાથી નાખુશ જોવા મળ્યા. ધોની મેચ પછી એટલા ગુસ્સે થયા કે તેમને ટીમને નવા કપ્તાનના નેતૃત્વમા રમવા સુધીની ધમકી આપી દીધી. ધોનીને સામાન્ય રીતે કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ રીતના નિવેદન તેઓ ત્યારે આપે છે છે જ્યાએ સાચે જ વાત ગંભીર હોય. 

 
ઉલ્લેખનીય છે કે આ મેચમાં પહેલા રમતા ચેન્નઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા. બેટસમેનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ. ત્યારબાદ બોલિંગમાં પેસ બેટ્રી એકદમ દિશા ભટકતી જોવા મળી. દીપક ચાહરે ન તો ગતિ અને ન તો લાઈનમાં બોલિંગ કરી રહ્યા હતા.  બીજી બાજુ તુષાર દેશપાંડએ એક ઓવરમાં સતત વાઈડ અને નો બોલ દ્વારા 18  રન આપીને શરૂઆત કરી હતી. બેન સ્ટોક્સ અને હંગરગેકરની પણ આ જ હાલત હતી. આવામાં કપ્તાન એમએસ ધોની ફિલ્ડ પર શાંત અને બેબસ જોવા મળ્યા હતા.  પછી મોઈન અલીએ બોલિંગની જવાબદારી સંભાળી અને સીએસકે ને એક પછી એક 4 સફળતા અપાવી. મિચેલ સેંટનરે પણ તેમનો સાથ આપ્યો. જેને કારણે લખનૌની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન બનાવી શકી અને 12 રનથી આ મુકાબલો હારી  ગઈ. 


 
ધોનીએ કેમ  આપી ધમકી ?
 
ઝડપી બોલરોના ખરાબ પ્રદર્શન અને નો બૉલ અને વાઈડ બૉલ દ્વારા એકસ્ટ્રા રન આપવાને લઈને એમએસ ધોની નારાજ જોવા મળ્યા. ટીમની જીત છતા તેઓ ટેંશનમાં હતા. તેમણે મેચ પછી બધાને ચેતાવણી આપતા કહ્યુ કે આપણે ઝડપી બોલિંગમાં સુધાર કરવો પડશે.  આપણે કંડીશન મુજબ બોલિંગ કરવાની રહેશે. જરૂરી એ છે કે આપણ એ વાત પર ધ્યાન આપીએ કે વિપક્ષી બોલર શુ કરી રહ્યો છે ? ત્યાબાદ માહીએ હસતા હસતા નવા કપ્તાનને લઈને કહ્યુ કે, એક વધુ વાત આપણા બોલરોએ નો બૉલ અને એકસ્ટ્રા વાઈડ ન ફેંકવા જોઈએ.  નહી તો પછી તેમણે નવા કપ્તાનના નેતૃત્વમાં રમવુ પડશે.  આ મારી બીજી વૉર્નિંગ છે અને પછી હુ જતો રહીશ. 
 
સીએસકેની પેસ બેટ્રીનુ ખરાબ પ્રદર્શન 
 
ચેન્નઈ સુપર કિંગ્સની પેસ બેટ્રીની વાત કરીએ તો બંને મેચોમાં જે પ્રકારની ઝડપી બોલિંગ થઈ છે તેને જોઈને મહેન્દ્ર સિંહ ધોનીનો આ ગુસ્સો યોગ્ય છે.  લખનૌ સુપર જાયંટ્સ વિરુદ્ધ સીએસકેના બોલરોએ કુલ 18 એકસ્ટ્રા રન આપ્યા જેમા 2 લેગ, 13 વાઈડ અને 3 નો બોલનો સમાવેશ છે. આ પહેલા ગુજરાત ટાઈટ્ંસના વિરુદ્ધ પહેલી મેચમાં પણ ટીમે 12 એકસ્ટ્રા રન આપ્યા હતા. તેમા 6 લેગ બાય, 4 વાઈડ અને 2 નો બોલનો સમાવેશ હતો. એટલે કે ચેન્નઈના બોલરોએ આ બંને મેચોમા કુલ 30 વધારાના રન લૂંટાવી દીધા.