બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: મંગળવાર, 18 એપ્રિલ 2023 (23:58 IST)

SRH vs MI: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને લગાવી જીતની હેટ્રિક

sachine
SRH vs MI Live Score: આઈપીએલ 2023ની 25મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. આ દરમિયાન મુંબઈ તરફથી કેમરન ગ્રીને સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 160ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 6 ફોર અને 2 સિક્સ પણ ફટકારી. આ સિવાય તિલક વર્માએ પણ શાનદાર બેટિંગ કરી, તેણે 17 બોલમાં 37 રન બનાવ્યા. આ દરમિયાન તેણે બે ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. હૈદરાબાદ માટે આ લક્ષ્યનો પીછો કરવો આસાન નહીં હોય.

 
કેવા છે હેન્ડ ટુ હેન્ડ આંકડા
 
સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના હેન્ડ ટુ હેન્ડ આંકડા પર નજર નાખીએ તો બંને લગભગ સમાન છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 19 મેચ રમાઈ છે. જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 10 અને સનરાઈઝર્સ હૈદરાબાદે 9 મેચ જીતી છે. આવી સ્થિતિમાં  આ આંકડાઓની મદદથી આ મેચનો અંદાજ લગાવવો સરળ નથી. આઈપીએલ 2023માં બંને ટીમોના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો, બંને ટીમો ચાર મેચ રમી છે જેમાં બંનેએ બે-બે મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 8માં અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 9માં સ્થાન પર છે. ઉલ્લેખનીય છે કે આજના દિવસે 15 વર્ષ પહેલા IPL જેવી મેગા ટૂર્નામેન્ટ શરૂ થઈ હતી.
 
MI vs SRH મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
 
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (c), ઈશાન કિશન (wk), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, કેમરોન ગ્રીન, અર્જુન તેંડુલકર, નેહલ વાધેરા, ઋત્વિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ
 
સનરાઈઝર્સ હૈદરાબાદ: મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ (સી), હેનરિક ક્લાસેન (વિકેટમાં), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, માર્કો જાનસેન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન