Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (15:48 IST)
ધારાવીઃનેકસ્ટ ટુરીસ્ટ ડેસ્ટીનેશન
ઓસ્કર વિજેતા સ્લમડોગ મિલિનિયોરની સફળતા બાદ મુંબઈની ધારાવી ઝુંપડપટ્ટી આંતરરાષ્ટ્રીય પર્યટકોનાં નક્શામાં આવી ગયું છે. તો એક ઓનલાઈન ટ્રાવેલ કંપનીએ પોતાના પેકેજમાં ધારાવીનો સમાવેશ કર્યો છે.
ઈન્ડીયા હોટલ રિવ્યુ ડોટ કોમે આગામી સત્રમાં એક અનોખા બોલીવુડ પેકેજની શરૂઆત કરી છે. જેમાં આ વર્ષે ચર્ચામાં રહેલી સ્લમડોગ મિલીનિયોરની ધુમ રહે તેવી સંભાવના છે. કંપનીનાં બિઝનેસ હેડ અંકિત રસ્તોગીએ જણાવ્યું હતું કે કોલમ અને ધારાવી આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થઈ ગયું છે. તેઓ આ બંને સ્થળે પ્રવાસ શરૂ કરવાની યોજના ધરાવે છે.
રસ્તોગીનાં જણાવ્યા મુજબ ભારતીયો ઉપરાંત વિદેશી પર્યટકોમાં આ પેકેજ લોકપ્રિય થાય તેવી આશા છે. તો ઓસ્કર જીતનાર સાઉન્ડ એન્જિનિયર રેસુલ પોકુટ્ટી કેરળનાં કોલમનાં નિવાસી છે. તેથી અમને આશા છે કે ધારાવી અને કોલમનાં પેકેજને સફળતા જરૂર મળશે. આ પેકેજમાં જે સ્થળે શુટીંગ કરવામાં આવ્યું છે, તે પણ બતાવવામાં આવશે.