બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (14:22 IST)

રીલાયન્સનો સિક્યુરીટી ગાર્ડ પોતાને આર્મીનો મેજર ગણાવી યુવતીઓને લગ્ન માટે ફોટા મોકલતો

જામનગરમાં આવેલી કંપની રિલાયન્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો પરપ્રાંતીય યુવાન પોતાને આર્મીનો મેજર ગણાવીને લગ્ન માટે યુવતીઓને ફસાવતો હોવાની ઘટના પ્રકાશમાં  આવી છે. તેના કારણે ચકચાર મચી છે. સમગ્ર ઘટનાને લઇને એસઓજી એ  આ નકલી મેજરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  મળતી માહિતી મુજબ, હરિયાણાના હિસારના વતની અને મોટી ખાવડી રિલાયન્સ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતો વિકાસ વિજય સાંગવાન પોતે આર્મી મેજરનો યુનિફોર્મ પહેરીને ફરતો હતો આ અંગેની વિગતો સામે આવતાં ભુજ આર્મી કેમ્પના રાજેશકુમાર રાઠોડ દ્વારા મેઘપર પોલીસમાં વિકાસ સાંગવાન વિરૂદ્ધ આઈપીસી કલમ 170 અને 171 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. હાલ જામનગર એસઓજી પોલીસ દ્વારા ભુજ આર્મીની ફરિયાદને આધારે નકલી મેજર વિકાસ સાંગવાનની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિકાસ વર્ષ 2016થી રિલાયન્સ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરે છે. વિકાસને લગ્ન કરવા હતા અને તે માટે તે મેજરનો યુનિફોર્મ પહેરીને પોતાના ફોટા યુવતીઓને વોટ્સએપ કરતો હતો અને એ રીતે લગ્ન માટેના પ્રયાસ કરતો હતો. આ દિશામાં પણ પોલીસે આગળ તપાસ શરુ કરી છે.
 
 
 
 
Attachments area