ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (11:36 IST)

ગુજરાતમાં 6 મહિનામાં ઘટ્યા આટલા મોબાઇલ યૂઝર્સ, જાણો કોને થયો ફાયદો કોને નુકસાન

રિલાયન્સ જિયોને ડિસેમ્બર 2021માં 1.29 કરોડ ગ્રાહકોનું નુકસાન થયું હતું. જ્યારે આ સમય દરમિયાન ભારતી એરટેલ અને બીએસએનએલના ગ્રાહકોમાં વધારો થયો હતો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા ટ્રાયના ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિયો હજુ પણ માર્કેટ શેરની દ્રષ્ટિએ નંબર વન કંપની છે અને તેની પાસે સૌથી વધુ 36 ટકા બજારહિસ્સો છે. આના તળિયે એરટેલ છે, જે 30.81 ટકા બજારહિસ્સો ધરાવે છે અને 4.5 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે. તો બીજી તરફ વોડાફોન આઇડિયા ના 1.6 મિલિયન ગ્રાહકોએ કંપની છોડી દીધી અને તેનો બજાર હિસ્સો ઘટીને 23 ટકા થઈ ગયો. ડિસેમ્બર 2021માં એરટેલ પાસે સૌથી વધુ સક્રિય વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ હતા. જ્યારે બીએસએનએલ અને એમટીએનએલ જેવા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)માં અનુક્રમે સૌથી ઓછા સક્રિય વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ હતા.
 
ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં વાયરલેસ ટેલિકોમ સબ્સક્રાઇબર એટલે કે મોબાઇલ ફોન યૂઝર્સની સંખ્યામાં 25 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં જૂન 2021માં 7 કરોડ યૂઝર્સ હતા જેમાંથી ઘટી ડિસેમ્બરમાં તે સંખ્યા 6.74 કરોડ થઈ ગઈ છે. આ 6 મહિનાના ગાળામાં તમામ સર્વિસ પ્રોવાઇડરના સબ્સક્રાઇબરમાં ઘટાડો નોંધાયો છે.
 
ટ્રાઈના ડિસેમ્બર 2021ના રિપોર્ટ અનુસાર, આ મહિનામાં 1 અબજ 63 મિલિયન વાયરલેસ સબસ્ક્રાઈબર્સ એક્ટિવ હતા. ભારતમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્યા નવેમ્બરના અંતથી ડિસેમ્બરના અંત સુધીમાં 1 અબજ 170 મિલિયનથી ઘટીને 1 અબજ 150 મિલિયન થઈ છે, જે દર મહિને 1.10 ટકાનો ઘટાડો દર્શાવે છે. શહેરી વિસ્તારોમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 63.80 મિલિયનથી ઘટીને 63.33 મિલિયન થઈ છે, જે દર મહિને 0.8 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આવા ગ્રાહકોની સંખ્યા 52 કરોડ 90 લાખથી ઘટીને 52 કરોડ 12 લાખ થઈ છે, જે દર મહિને 1.47 ટકાનો ઘટાડો છે.
 
એક્સેસ સર્વિસ પ્રોવાઈડર દ્વારા વિભાજિત કરીએ તો, 31 ડિસેમ્બર, 2021ના રોજ ખાનગી એક્સેસ સર્વિસ પ્રોવાઈડર્સનો બજાર હિસ્સો 89.81 ટકા હતો, જ્યારે બે PSUs બીએસએનએલ અને  એમટીએનએલનો બજાર હિસ્સો માત્ર 10.19 ટકા હતો. રિલાયન્સ જિયોએ કુલ વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સના 36 ટકા મેળવ્યા છે અને 87.64 ટકા સક્રિય વાયરલેસ સબ્સ્ક્રાઇબર સાથે બીજા ક્રમે છે.
 
ટેલીટોકના એક અહેવાલ મુજબ, જીયો તેના કુલ સબસ્ક્રિપ્શન બેઝમાંથી નિષ્ક્રિય સબ્સ્ક્રાઇબર્સને દૂર કરવા માટે કામ કરી શકે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવેમ્બરમાં પ્રીપેડ ટેરિફમાં વધારા પછી ઓછી આવક ધરાવતા વપરાશકર્તાઓ બીએસએનએલ તરફ વળ્યા હતા.
 
વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સની દ્રષ્ટિએ એરટેલ 30.81 ટકાના બજારહિસ્સા સાથે બીજા ક્રમે છે. જો કે, તેણે 98.01 ટકા સક્રિય સબ્સ્ક્રાઇબર્સ સાથે સૌથી વધુ ટકાવારી રેશિયો નોંધાવ્યો છે. Vi 23 ટકા માર્કેટ શેર સાથે ત્રીજા સ્થાને છે. તેણે સક્રિય વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સમાં 86.42 ટકાનો ગુણોત્તર નોંધાવ્યો છે. ડિસેમ્બર મહિનામાં, BSNLનો બજારહિસ્સો 9.90 ટકા અને એમટીએનએલનો 0.28 ટકા હતો.
 
વૃદ્ધિ દર વિશે વાત કરીએ તો, ડિસેમ્બર 2021 માં, જિયો એ 3.01 ટકાની નકારાત્મક વૃદ્ધિ નોંધાવી, એરટેલે 0.13 ટકા અને વોડાફોન આઈડિયાએ 0.60 ટકાની નકારાત્મક વૃદ્ધિ નોંધાવી.