ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated :નવી દિલ્હી , સોમવાર, 7 જાન્યુઆરી 2019 (16:42 IST)

WhatsApp મેસેજ થઈ જાય Delete, તો આ ટ્રિકથી ફરીથી વાંચી શકો છો

. વ્હાટ્સએપ પર અનેકવાર આપણે મેસેજ કે પછી ચૈટ ડિલીટ કરી નાખીએ છીએ. પણ ચૈટ ડિલીટ થયા પછી આપણને લાગે છે કે આપણાથી ભૂલ થઈ ગઈ છે. કેટલીક ચૈટ કે પછી કેટલાક મેસેજને આપણે સેવ કરીને રાખીએ છીએ. જેને પાછળથી વાંચી શકાય. જ્યારે તમે કોઈ ચૈટને ડિલીટ કરો છો તો તમારી પાસે એક વિકલ્પ હોય છે  કે તમે તેને બીજા યૂઝર પાસેથી એ મેસેજને ફરીથી મંગાવીને વાંચી શકો છો. પણ શુ થાય જો તમે ચૈટને ડિલીટ કરવા માટે 'Delete for Everyone' વિકલ્પને ઉપયોગ કરો  કે પછી એવુ બને કે કોઈએ તમને મોકલેલ મેસેજ ડિલીટ કરી દીધા હોય. 
 
જો આવુ છે તો તમારી પાસે વ્હાટ્સએપનો કોઈ અધિકારિક ફીચર નથી.  જેની મદદથી તમે આ મેસેજને ફરીથી વાંચી શકો છો.  આ માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. જો કે આ વાતની કોઈ ગેરંટી નથી કે આ એપ ટ્રિક સંપૂર્ણ રીતે કામ કરશે.  કારણ કે વ્હાટ્સએપના અનેક ફીચર પર રિસ્ટ્રિક્શન લગાવી રહ્યુ છે.  જેનુ થર્ડ પાર્ટી એપને એક્સેસ નથી મળતુ.