શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (17:33 IST)

નવા વર્ષથી આ Phonesમાં કામ નહી કરે વ્હાટ્સએપ ફીચર, જાણો શુ છે કારણ

વ્હાટ્સએપ આજે સૌથી વધુ ઉપયોગ કરવા માટે જાણીતો એપ છે જેને કારણે કંપની સતત ગ્રાહકો માટે નવી ઓફર લાવતા રહે છે. એકવાર ફરી વ્હાટ્સએપ એક અપડેટ કરી રહ્યુ છે જેમા કેટલાક યુઝર્સને પરેશાની ઉઠાવવી પડી શકે છે. નવા વર્ષથી જૂના ઓપરેટિંગ સિસ્ટમમાં WhatsApp સપોર્ટ નહી કરે.  જેનુ કારણ છે કે WhatsApp હવે આ ફોન્સમાં તમારુ ફીચર ડેવલોપ નહી કરે જેને કારણે WhatsAppના અનેક ફીચર ખુદ જ બંધ થઈ શકે છે. 
 
હવે કંપની નોકિયા એસ-40 સિરીઝના મોબાઈલ દ્વારા વોટૃસએપનો સપોર્ટ ખતમ કરી રહી છે.  ભારતમાં નોકિયા શ્રેણી 40 સ્માર્ટફોંસ ખૂબ પૉપુલર હતા. નોકિયાના મુજબ કંપનીએ ભારતમાં નોકિયા એસ-40 વાળા કરોડો સ્માર્ટફોન વેચ્યા હતા. પણ એંડ્રોયડના આવવાથી તેમનુ વેચાણ ગબડી ગયુ.  હવે આ ઓએસનો કોઈ મોબાઈલ ફોન નથી મળતો. 
 
આ ઉપરાંત જો તમારા સ્માર્ટફોનમાં એંડ્રોયડ 2.3.7 Gingerbread  છે તો તમારે માટે વ્હાટ્સએપનો સપોર્ટ મળશે પણ 2020માં આ સ્માર્ટફોનમાં પણ વ્હાટ્સએપ કામ કરવુ બંધ કરી દેશે.  આઈફોન યૂઝર્સની વાત કરીએ તો જો તમારી પાસે આવા આઈફોન છે જેમા આઈઓએસ 7 છે તો 2020માં કંપની સપોર્ટ બંધ કરી દેશે.