બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 ઑગસ્ટ 2022 (10:18 IST)

ધોરણ 9થી 12ના વિદ્યાર્થી હવે ગુજરાતી, અંગ્રેજી સહિતના માધ્યમ બદલી શકશે

ધોરણ-9થી 12માં ગુજરાતી, અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો ઠરાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કર્યો છે.રાજ્યની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી, ગુજરાતી સહિતના અલગ અલગ માધ્યમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નથી, જેને પરિણામે તેમને તકલીફ પડે છે ત્યારે અલગ અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્મય બદલવાની તક આપવામાં આવે તેવી માગણી વાલીઓ અને વિદ્યાર્થીઓએ કરી હતી.

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા છૂટ આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ચર્ચાને અંતે કારોબારી સમિતિએ માધ્યમ બદલવા અંગે આદેશ કર્યો હતો.