શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 13 જૂન 2024 (12:10 IST)

NEET Exam - 1563 વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે નીટ એક્ઝામ, કાઉંસલિંગ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈંકાર

neet
આજે સુપ્રીમ કોર્ટમાં NEET સંબંધિત બીજી અરજી પર સુનાવણી થઈ હતી. આમાં NTAએ કોર્ટને કહ્યું કે તે ગ્રેસ માર્કસવાળા વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા ફરીથી યોજશે. વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્કસ અંગે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. NTAએ કહ્યું કે 12 જૂને મળેલી બેઠકમાં વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.  વધુમાં, NTA એ સ્પષ્ટ કર્યું કે 23 જૂને 1563 વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે, એટલે કે માત્ર 1563 વિદ્યાર્થીઓને જ ગ્રેસ માર્કસ સાથે ફરીથી પરીક્ષા આપવાની રહેશે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી.
 
સરકારે કરી આ દલીલ 
કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું છે કે 10, 11 અને 12 તારીખે બેઠક યોજાઈ હતી. સમિતિએ ભલામણ કરી છે કે 1563 ઉમેદવારોના નંબર રદ કરવામાં આવશે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે જ પુનઃ પરીક્ષા લેવામાં આવશે. આ પછી સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે NTAએ તમારી વાત સ્વીકારી લીધી છે. તેઓ ગ્રેસ માર્ક દૂર કરી રહ્યા છે. NTAએ કહ્યું કે 1563 ઉમેદવારો માટે પરીક્ષા 23 જૂને યોજાશે અને પરિણામ 30 જુલાઈ પહેલા આવશે.  સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કિંગ મળ્યું હશે તેમને જ સામેલ કરવામાં આવશે.
 
NTA સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, NEET-UG ની પરીક્ષા આપતી વખતે વેઠેલા સમયની ખોટની ભરપાઈ કરવા માટે 1,563 થી વધુ ઉમેદવારોના પરિણામોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે જેમને 'ગ્રેસ માર્ક્સ' આપવામાં આવ્યા હતા. સમિતિએ 1,563 NEET-UG 2024 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે જેમને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા અને આ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે. NTA SCને જણાવ્યુ છે કે પરીક્ષા 23 જૂને લેવામાં આવશે અને 30 જૂન પહેલા પરિણામ જાહેર કરવામાં આવશે.

કાઉંસલિંગ પર રોક લગાવવાનો નિર્ણય 
આગળ સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ફરીથી પરીક્ષાની તારીખ આજે નક્કી થશે. 23  જૂનના રોજ 1563 વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે. 30  જુલાઈ પહેલા પરિણામ આવી જશે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે કાઉંસલિંગ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે નોટિસ રજુ કરી અને 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. જેના પર 8 જુલાઈના રોજ સુનાવણી થશે..  એનટીએએ કહ્યુ કે ત્રીજી અરજીમાં પેપર લીકનો મામલો સુપ્રીમ કોર્ટ સામે નથી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર લખાવ્યુ અને કોર્ટે NTA ની વાતોને રેકોર્ડ પર લીધી.