શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2024 (18:44 IST)

Pakistan terrorist attack - પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત ગોળીબાર, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

Pakistan terrorist attack
Pakistan Terrorist Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તૂનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં યાત્રી વાહન પર થયો છે. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનો લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી મુજબ  ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનના અશાંત શહેર ખૈબર પખ્તૂનખ્વામાં આતંકીઓએ શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જઈ રહેલા યાત્રી વાહનો પર ગોળીબાર કર્યો છે. આ ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં આ પ્રકારનો સૌથી મોટો ઘાતક હુમલો છે.  
વધી શકે છે મૃતકોની સંખ્યા 
 
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુરૂવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં બંદૂકધારીઓએ પેસેન્જર વાહનો પર ગોળીબાર કર્યો હતો. ચૌધરીએ કહ્યું કે કુર્રમ આદિવાસી જિલ્લામાં આ હુમલામાં માર્યા ગયેલાઓમાં એક મહિલા અને એક બાળક પણ સામેલ છે. "આ એક મોટી દુર્ઘટના છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે," તેમણે કહ્યું.આ એક મોટી ત્રાસદી છે અને મરનારાઓની સંખ્યા વધવાની શક્યતા છે.