રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (12:14 IST)

શુ તમારો જન્મ સપ્ટેમ્બરમાં થયો છે ? જાણો શુ કહે છે જ્યોતિષ તમારા વિશે..

તમારો જન્મ કોઈ પણ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે દિલના અત્યંત ઉદાર છો, પરંતુ એક વિચિત્ર પ્રકારની સનક તમારી અંદર જોવા મળે છે. તમે પોતાની જાતને એટલો પ્રેમ કરો છો કે કોઈ થોડુ પણ તમને કંઈક વિરુદ્ધમાં કહે તો તમે ભડકી જાવ છો. તમારી અંદર શીખવા અને સમજવાની ક્ષમતા અન્યની તુલનામાં અધિક છે. ખુદને કેવી રીતે સતત આગળ વધારવા જોઈએ એ લોકોએ તમારી પાસેથી શીખવુ જોઈએ. 
 
પોતાની પ્રગતિને માટે તમે થોડા સ્વાર્થી પણ થઈ જાવ છો. તમારા સૌથી ખાસ મિત્રને પણ ક્યારેક જાણ નથી થતી કે તમારી અંદર શુ રંધાય રહ્યુ છે. એકાએક કોઈ ઉપલબ્ધિ સામે લાવીને તમે સૌને ચોંકાવી દો છો. 
 
ગુસ્સાના તો તમે બાદશાહ છો, પરંતુ કાયમ એ જ ગેરસમજમાં રહો છો કે તમારા જેવા વિનમ્ર કોઈ બીજો નથી. સરમુખત્યાર તમારા રંગ-રંગમાં સમાયેલી છે. બીજા પાસેથી કામ કરાવવુ હોય તો ભૂતની જેમ પાછળ પડી જાવ છો. તમારા નિકટના લોકોને તમારી પાસેથી ઘણી જ આશાઓ હોય છે. અહી સુધી કે પ્રેમનો એકરાર કરવામાં પણ તમારો અહંકાર ભારે હોય છે. તમે ઉર્જાથી ભરપૂર રહો છો. 
 
ધૂનના એટલા પાક્કા છો કે પોતાના કામ માટે 24 કલાક તમે ભૂખ્યા-તરસ્યા રહીને કામ કરી શકો છો, પરંતુ ખરાબ આદત એ જ છે કે તમે ઈચ્છો છો કે તમારી આ આદતના લોકો ગુણગાન કરે. વખાણના એટલા ભૂખ્યા છો કે દરેક સમયે તમારા કોઈ તમારા વખાણની સ્તુતિ ગાનારુ જોઈએ. મોટાભાગે ચાપલૂસો તમારી આ જ નબળાઈનો ફાયદો ઉઠાવી લે છે. તમે તમારી જાતને હંમેશા અપ ટૂ ડેટ રાખો છો. તેથી તમારુ દરેક કામ અપ-ટૂ-ધ માર્ક હોય છે. કોઈને કંઈક આપો છો તો તેની વસૂલી પણ કરી લો છો. 
 
તમારા જીવનમાં સંઘર્ષ પણ ખૂબ કરવો પડે છે. ખાસ કરીને જો તમે કેરિયરના બાબતે સારી પોઝીશન પર હોય તો હોઈ શકે કે પ્રેમના નામ પર ફિસડ્ડી હોવ, કે પછી જો પ્રેમ તમારી પાસે ભરપૂર છે તો લગ્નનો લાડૂ તમારી થાળીમાં નહી હોય. કહેવાનો મતલબ એ જ કે જીવનના કોઈ એક ક્ષેત્રમાં તમારે હંમેશા ખાલીપણું લગી શકે છે. તમે સંતુષ્ટ પ્રાણી પણ છો. દરેક સમયે તમને કંઈક નવુ ન મળે તો તમે કુંઠિત થઈ જાવ છો. સેક્સ તમરા જીવનમાં ઘણા રૂપોમાં આવે છે. પરંતુ તમે બિચાર, પદ-પ્રતિષ્ઠાના માર્યા ક્યારેય તેનો આનંદ નથી ઉઠાવી શકતા. તમારી અંદર જો પાછળ પડવાની પ્રવૃત્તિ ઓછી થઈ જાય તો તમે એક શાનદાર વ્યક્તિના રૂપમાં યાદ રહે તેવા છો. મોટાભાગે સપ્ટેમબરમાં જન્મેલા લોકો સારા સિંગર, રાઈટર, એડિટર કે સાયંટિસ્ટ હોય છે. 
 
સપ્ટેમબર મહિનાની છોકરીઓ.. ઉફ ભગવાન બચાવે તેમનાથી. પોતાની જાતને ખૂબ જ્ઞાની સમજનારી આ છોકરીઓ મોટાભાગે સાચા પ્રેમથી વંચિત રહી જાય છે. અહીંનુ ત્યા કરવામાં ઉસ્તાદ છે. કોઈ શક નથી કે તેમની અંદર વિલક્ષણ પ્રતિભા હોય છે. કોઈ એક ખાસ ગુણ પણ હોય છે. પરંતુ અભિમાનને કારણે આ ગુણની યોગ્ય કદર નથી કરી શકતી. 
 
ખૂબ જ રૂપાળી હોય છે, પણ પ્રેમના બાબતે એક નંબરની બેવકૂફ હોય છે. પોતાનુ બધુ જ લૂંટાવીને પણ ખુશ રહે છે. સાચા પ્રેમને ઓળખી નથી શકતે અને ખોટી વ્યક્તિની સાથે પોતાની નૈયા ડૂબાવી લે છે. દુનિયાના છળકપટથી કોસો દૂર આ છોકરીઓ અન્યાય વિરુદ્ધ વાઘણ બની જાય છે. 
 
જો આમનુ ક્યાક અફેયર ચાલી રહ્યુ છે તો પોતાનુ કરેલુ બધુ ભૂલી જશે, પરંતુ બીજાની પાઈ-પાઈનો હિસાબ રાખશે. પોતાના પ્રેમને લઈને પઝેશિવ પણ હોય છે. જીભ કડવી, અંદાજ મીઠો એ તેમની ઓળખ છે. તેમને સલાહ છે કે સાચા મિત્ર અસલી મોતી જેવા હોય છે તેમને સાચવતા શીખો. મતલબી મિત્રોથી થોડા દિવસ ફાયદો ઉઠાવી શકશે પરંતુ શક્ય છે કે એક દિવસ બિલકુલ એકલી પડી જાય. 
 
લકી નંબર - 7,9, 3 
લકી કલર - બ્લેક, સી ગ્રીન, ગોલ્ડન 
લકી ડે - સંડે, વેડનસડે, થર્સડે 
લકી સ્ટોન - પન્ના અને પર્લ 
સલાહ - પક્ષીઓને દાણા નાખો, માછલીને ઘરમાં પાળો.