સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 2 મે 2018 (15:20 IST)

જેડે મર્ડર કેસ - છોટા રાજન દોષી જાહેર, જિગ્ના વોરા નિર્દોષ, જાણો બ્લેકમેલરમાંથી કેવી રીતે બન્યો ડોન

જ્યોર્તિમય ડે મર્ડૅર કેસમાં મુંબઈની સ્પેશ્યલ મકોકા કોર્ટે ગૈગસ્ટર છોટા રાજનને દોષી સાબિત કર્યો છે. લગભગ સાત વર્ષ જૂના આ કેસમાં કોર્ટે પત્રકાર જિગ્ના વોરા અને જોસેફ પૉલ્સનને મુક્ત કરી દીધા છે. સ્પેશ્યલ સત્ર ન્યાયાધીશ સમીર અડકરે આ મામલે 11 આરોપીઓમાંથી 9 ને દોષી જાહેર કર્યા છે અને બે ને મુક્ત કર્યા છે. 
 
જાણો પત્રકાર જેડે હત્યાના મુખ્ય આરોપી છોટા રાજન ટિકટ બ્લૈકમેલરમાંથી કેવી રીતે બન્યો અંડરવર્લ્ડ ડૉન.. જાણો કેસ સાથે જોડાયેલી 10 વાતો..  
 
1. છોટા રાજન હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેને વીડિયો કૉંન્ફ્રેસિંગ દ્વારા કોર્ટૅમાં રજુ કરવામાં આવ્યો. 
2. છોટા રાજન પર આરોપ છે કે તેણે પોતાના વિરુદ્ધ લખાયેલ લેખ દ્વારા ગુસ્સો કરીને પત્રકાર જેડેની હત્યા કરાવડાવી હતી. 
3. 2011માં મુંબઈના પવઈ વિસ્તારમાં અંગ્રેજી છાપા મિડ ડે માટે કામ કરનારા વરિષ્ઠ પત્રકાર જ્યોતિ ડે ની અંડરવર્લ્ડના શૂટરોએ 5 ગોળી મારીને હત્યા કરી નાખી હતી. 
4. વર્ષ 2015માં ઈંડોનેશિયાના બાલીમાંથી ધરપકડ થયા પછી જેડે મર્ડર કેસ પ્રથમ એવો મામલો છે જેમા છોટા રાજન વિરુદ્ધ કેસ ચાલ્યો. 
5. વિશેષ મકોકા કોર્ટે જૂન 2015માં વોરા સહિત બાકી 10 આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કર્યો હતો. છોટા રાજનની ધરપકડ પછી કેન્દ્રીય તપાસ બ્યુરો એ ડે હત્યાકાંડની તપાસ બીજીવાર શરૂ કરી અને પોતાના પૂરક આરોપ-પત્રમાં તેને એક આરોપી બનાવ્યો. 
6. જે ડે ખલ્લાસ- એન એ ટૂ જેડ ગાઈડ ટૂ ધ અંડરવર્લ્ડ અને જીરો ડાયલ ધ ડેંજરસ વર્લ્ડ ઓફ ઈનફોરમર્સના લેખક હતા. તેઓ મોત પહેલા પોતાના ત્રીજા પુસ્તક ચિંદી:રાગ્સ ટૂ રિચેસ લખી રહ્યા હતા. 
7. જે ડે એ કથિત રૂપે પોતાના આવનારા પુસ્તકમાં માફિયા ડૉન રાજનની ચિંદી (તુચ્છ)ના રૂપમાં છબિ બનાવી હતી. જેણે શક્યત છોટા રાજનને ઉપસાવવાનું કામ કર્યુ. 
8. આ મામલાના આરોપીઓમાં મુંબઈના પત્રકાર જિગના વોરાનો સમાવેશ છે. કોર્ટે તેને આ મામલે મુક્ત કરી દીધી છે. આ મામલાના 11માં આરોપી વિનોદ અસરાની ઉર્ફ વિનોદ ચેંબુરની એક વ્યક્ગિગત હોસ્પિટલમાં એપ્રિલ 2015માં મોત થઈ ગયુ હતુ.  આસરાની કથિત રોપે આ અભિયાનનો મુખ્ય સહ-ષડયંત્રકારી અને ધન પ્રબંધક હતો. 
9. અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન ફરજી પાસપોર્ટ કેસમાં વર્તમાન દિવસોમાં તિહાડ જેલમાં 7 વર્ષની સજા કાપી રહ્યો છે. 
10. છોટા રાજનનુ અસલી નામ રાજેન્દ્ર સદાશિવ નિખલજે છે. તેને પ્રેમથી નાના કે સેઠ કહીને પણ બોલાવાય છે.  તેમનો જન્મ 1960માં મુંબઈના ચેમ્બૂરની તિલક નગર વસ્તીમાં થયો હતો.