શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 મે 2018 (13:46 IST)

સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં યુવકે પીધી ઝેરી દવા, હોસ્પિટલ ખસેડાયો

સુરત ખાતેની પોલીસ કમિશનર કચેરીમાં એક યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા આપઘાત પાછળના કારણ અંગે તપાસ હાથ ધરી છે. પુણા ગામ વિસ્તારમાં વિજય મંજીભાઈ સવાણી પરિવાર સાથે રહે છે. આજે વિજય પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો હતો. અને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા યુવક આપઘાતના પ્રયાસ અંગે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વિજય રત્નકલાકાર અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. વજુ વીડિયો નામના બિલ્ડર સાથે 2થી 3 કરોડના પ્લોટ અંગે કંઈ માથાકૂટ ચાલતી હતી. દરમિયાન વિજયે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, કોઈ નિવારણ ન આવતા આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે ઝેરી દવા ગટગટાવી હતી.