શનિવાર, 23 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુ મુજબ ક્યારે, કેવા અને ક્યા લગાવશો આ વિશેષ છોડ

આપણા ઘરમાં ઝાડ-છોડ ઘરને આકર્ષક બનાવવા ઉપરાંત સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. અનેક એવા છોડ પણ છે તમારી ઉન્નતિમાં વૃદ્ધિ કરે છે. છોડને હંમેશા વાસ્તુમુજબ જ લગાવશો તો તમારુ ઘર ખુશીયોથી ભરાઈ જશે અને પરિવાર નિત્ય પ્રગતિ કરશે. 
 
- છોડને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવો. આમ તો કાયદેસર જોવા જઈએ તો ઝાડ ફક્ત એક જ દિશામાં નહી પણ જુદી જુદી દિશામાં હોવુ જોઈએ. 
 
- તમારા ઘરમાં એક તુલસીનો છોડ જરૂર લગાવો. તેને ઉત્તર પૂર્વ કે ઉત્તર-પૂર્વી દિશામાં લગાવો કે પછી ઘરની સામે પણ લગાવી શકો છો. 
 
- ઝાડને ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય પણ ન લગાવશો 
 
- ઘરમાં લીમડો, ચંદન, લીંબૂ, કેરી, આમળા, દાડમ વગેરેના ઝાડ-છોડ તમારા ઘરમાં લગાવી શકાય છે. 
 
- તમારા ઘરમાં કાંટાના ઝાડ ન લગાવો તો સારુ છે. ગુલાબ ઉપરાંત અન્ય કાંડાવાળા ઝાડ  ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. 
 
- આ વાતનુ હંમેશા ધ્યાન રાખો કે તમારા આંગણમાં લાગેલ ઝાડની સંખ્યા 2, 4, 6, 8... જેવા ઈવન નંબર્સમાં હોવી જોઈએ. ઑડ નંબર્સમાં નહી.