ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (17:42 IST)

કેશુભાઈ પટેલને મળ્યુ પદ્મ ભૂષણ, તેમના રાજીનામા પછી સીએમ બન્યા હતા નરેન્દ્ર મોદી, ઉતાર-ચઢાવવાળા રહ્યા હતા ગુરૂ સાથે સંબંધો

ગુજરાતના બે વખત મુખ્યમંત્રી રહી ચુકેલા કેશુભાઈ પટેલને મરોણોપરાંત પદ્મ ભૂષણ સમ્માન પ્રદાન કરવામાં આવ્યુ છે. ત્રીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન મેળવનારા કેશુભાઈ પટેલને પીએમ નરેન્દ્ર મોદી પોતાના રાજનીતિક ગુરૂ કહે છે. ભએલ જ 2001માં ભૂજમાં આવેલા ભૂકંપ બાદ કેશુભાઈ પટેલને પદ પરથી હટવુ પડ્યુ હતુ અને તેમના સ્થાન પર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનાવાયા હતા. પણ સાર્વજનિક રીતે બંને એકબીજાનુ સન્માન કરતા રહ્યા. એવુ કહેવાય રહ્યુ છે કે કેશુભાઈ પટેલને પદ્મ ભૂષણ સમ્માન આપવાથી ભાજપા રાજ્યમાં પટેલ મતદાતાઓ વચ્ચે એક સંદેશ આપવામા સફળ રહેશે, જ્યા આવતા વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. 
 
પીએમ નરેન્દ્ર મોદી ભલે એક જ સમયમાં કેશુભાઈ પટેલની છાયામાં ગુજરાતમાં આગળ વધ્યા હતા, પણ બંનેના સંબંધો ઉતાર ચઢાવ ભરેલા રહ્યા હતા. એટલુ જ નહી એવુ કહેવાય છે કે કેશુભાઈ પટેલ જ 1998માં ફરીથી સીએમ બન્યા પછી કેન્દ્રીય નેતૃત્વને કહીને નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલાવ્યા હતા અને તેઓ નહોતા ઈચ્છતા કે ગુજરાત આવીને મોદી નેતાઓની મુલાકાત કરે. જો કે 2001મા પરિસ્થિતિ એકદમ બદલાય ગઈ, જ્યારે ભૂજમાં આવેલા ભૂકંપ બાદ સ્થિતિ ન સંભાળી શકવાના આરોપ કેશુભાઈ પટેલ પર લાગ્યા અને તેમને રાજીનામુ આપવુ પડ્યુ.  ત્યારબાદ દિલ્હીથી નરેન્દ્ર મોદી સીધા અમદાવાદ આવ્યા અને સીએમ બનાવાયા. 
 
ત્યારપછી બંને નેતાઓ વચ્ચેના સંબંધો બગડ્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદી ઘણીવાર તેમને ઉમળકાપૂર્વક મળતા જોવા મળ્યા હતા. જનસંઘ અને ભાજપના સ્થાપક સભ્ય કેશુભાઈ પટેલ કટોકટી દરમિયાન એક નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને 1979માં જનતા સરકારમાં મંત્રી બન્યા હતા. 1980નો દશક કેશુભાઈ પટેલનો ઉદય હતો, પરંતુ તેઓ 1990માં સીએમ બન્યા હતા. તેઓ 1995માં પ્રથમ વખત સીએમ બન્યા હતા. પરંતુ 7 મહિના પછી જ શંકરસિંહ વાઘેલાએ તેમની સામે બળવો કર્યો. ત્યારબાદ 1998માં તક મળી, પરંતુ ભુજના ભૂકંપ બાદ તેમને રાજીનામું આપવું પડ્યું. આ ઘટનામાં 12,000 થી વધુ લોકોના મોત થયા હતા.
 
 
કેશુભાઈ પટેલને સાર્વજનિક રૂપે અનેકવાર પીએમ મોદીને પોતાના રાજનીતિક ગુરૂ બતાવ્યા હતા. જોકે કેશુભાઈ પટેલે અનેક ચૂંટણીમાં તેમના વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો. પરંતુ 2019માં જ્યારે PM નરેન્દ્ર મોદી એક કાર્યક્રમ દરમિયાન કેશુભાઈ પટેલને મળ્યા ત્યારે તેમણે તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. જ્યારે 2007ની ચૂંટણીમાં કેશુભાઈ પટેલે તેમના સમર્થકોને કોંગ્રેસને મત આપવાની ખુલ્લેઆમ જાહેરાત કરી હતી. આ પછી 2012માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી નામની પાર્ટી બનાવી હતી. જો કે તે પોતાની સીટ જ બચાવી શક્યા. આ પછી તેમણે પાર્ટીને બીજેપીમાં ભેળવી દીધી.