શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઈન્દોર. , શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (11:40 IST)

વાઘના વાડામાં યુવકે લગાવી છલાંગ, 25 મિનિટ સુધી ફરતો રહ્યો પછી...

કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલય (ઝૂ) માં ગુરૂવારે એક મોટી દુર્ઘટના થતા થતા બચી ગઈ.. ઉલ્લેખનીય છે કે યુવકે ગઈકાલે બપોરે  વાઘના વાડામાં કૂદી ગયો.  એટલુ જ નહી તે લાંબા સમય સુધી વાડામાં ફરતો રહ્યો પણ તેનુ નસીબ સારુ રહ્યુ કે વાઘની નજર તેના પર પડી નહી.  ઝૂ ના કર્મચારીઓએ જ્યારે યુવકને જોયો તો તેને બહાર કાઢ્યો. એવુ કહેવાય રહ્યુ છે કે યુવક નશામાં હતો અને તેનાથી સારી રીતે બોલાય પણ રહ્યુ નહોતુ. કર્મચારીઓએ જણાવ્યુ કે તે માનસિક રોગી લાગી રહ્યો હતો. આ સમગ્ર ઘટના જૂ ના કૈંટિનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. 
 
ઝૂમાં ફરવા આવેલા લોકોની નજર તેના પર પડી પણ બધાને એવુ લાગ્યુ કે તે ત્યાનો કર્મચારી હશે. યુવક વાડાના જે ભાગમાં ઉતર્યો તે વાડાની બફર ઝોન હતુ.  બફર ઝૉન 15 ફીટ ઊંડુ અને વાડાની મુખ્ય બાઉંડ્રીથી લગભગ 20 ફીટના અંતરે બન્યુ છે.  વાડામાં લગભગ સાત વાઘ છે. જ્યારે કર્મચારીઓને આ અંગેની જાણ થઈ તો તેમને સૌ પહેલા વાઘને પિંજરામાં બંધ કર્યા અને ત્યારબાદ યુવકને બહાર કાઢ્યો.  ઝૂ કર્મચારીઓએ યુવકને પોલીસને હવાલે કર્યો છે.