ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (12:17 IST)

દલિત સંસ્થાઓ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન, પોલીસને ખડેપગે રહેવા આદેશ

દલિતોના હિતના રક્ષણ માટે ડો. આંબેડકરે 1926માં સ્થાપેલા સમતા સૈનિક દળ (SSD)એ ગુરુવારે સમગ્ર ગુજરાત બંધ રાખવાનું એલાન કરતા ગુજરાત પોલીસ હાઈ અલર્ટ પર છે.  ભીમા-કોરેગાંવમાં ભડકી ઊઠેલી હિંસાને પગલે સૈનિક દળ દ્વારા ગુજરાત બંધનું એલાન કરાયુ છે. ગુજરાત શાખાના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ દલિતોના શોષણ સામ જિલ્લા કલેક્ટરને મેમોરેન્ડમ આપશે. ઈનચાર્જ ડીજીપી પ્રમોદ કુમારે બધા જ એસપી તથા પોલીસ કમિશનરોને સાબદા રહેવાની સૂચના આપી દીધી છે.

પ્રમોદકુમારે જણાવ્યું, ગુરુવાર સવારે 6 વાગ્યાથી ખડેપગે રહેવાની સૂચના આપી દેવાઈ છે. સ્થાનિક પોલીસ ધોરાજીની ઘટના અંગે તપાસ કરી રહી છે. અમે સ્થાનિક પોલીસને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારવા માટે જણાવ્યું છે. આ માટે વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.”રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું, “અમે પોલીસ અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો છે. કોઈ સંસ્થા દ્વારા બંધનું એલાન કરવામાં નથી આવ્યું. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવી રહ્યા છે. અમે જિલ્લા પોલીસને કોઈપણ સમસ્યા ન સર્જાય તે માટે પહેલેથી જ પગલા લેવા જાણ કરી દીધી છે.