મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2018 (17:15 IST)

ભાજપની જેમ કોંગ્રેસના ત્રણ નેતાઓની અંદરખાને દબંગાઈ, વિપક્ષના પદ માટે નારાજગી

ગુજરાતમાં ભાજપની જેમ હવે કોંગ્રેસમાં પણ નેતાઓના પદ માટે રિસામણાં મનામણાં શરૂ થઈ ગયાં છે. આ વખતે કોંગ્રેસની મજબૂતાઈ હોવાથી હવે જીતનારા સિનિયર નેતાઓ કોંગ્રેસ પાસે જીતની કિંમત માંગી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 54 બેઠકોમાંથી 30 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. ભાજપમાં ખાતાને લઇને નીતિનભાઇ અને પરષોતમ સોલંકી આંતરિક રીતે નારાજગી વ્યક્ત કરી હતી.

તેમ હવે કોંગ્રેસના નેતાઓમાં પણ આંતરિક નારાજગી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના ત્રણ ધારાસભ્યો પરેશ ધાનાણી, કુવરજીભાઇ બાવળિયા અને વિક્રમ માડમ હવે જીતની કિંમત માગી વિપક્ષ નેતા બનાવવાની માંગ કરી છે. ત્રણેય ધારાસભ્યો વિપક્ષ નેતા તરીકે દાવેદાર પણ માનવામાં આવે છે. કુંવરજીભાઇ બાવળિયા જસદણ-વીંછિયા બેઠક પર કોંગ્રેસમાંથી 4 ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા બાદ આ વખતે પાંચમી વખત ચૂંટાઇ આવ્યા છે. તેમજ રાજકોટના સાંસદ તરીકે પણ એકવાર ચૂંટાઇ આવ્યા હતા. તેમજ કોળી સમજમાં સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે. આથી સિનિયોરિટીના હિસાબે કુંવરજીભાઇ વિપક્ષ નેતા બનાવવા માંગ કરી છે. ખંભાળિયા બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બનેલા વિક્રમ માડમ બાહુબલી તરીકેની છાપ ધરાવે છે. વિક્રમ માડમ બે વખત સાંસદ રહી ચૂક્યા છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં પૂનમ માડમ સામે હાર મળી હતી. ધારાસભ્ય આ પહેલા પણ ચૂંટાઇ આવ્યા હતા. આ વખતે બીજીવાર ધારાસભ્ય બન્યા છે. આથી વિપક્ષ નેતા તરીકે દાવેદાર માનવામાં આવે છે. અમરેલી સીટનો આ જંગ પ્રતિષ્ઠાભર્યો જંગ ગણાતો હતો. કારણ કે કોંગ્રેસને રાજ્યમાં સરકાર બનાવવાની આશા હતી અને એક તબક્કે મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે પરેશ ધાનાણીનું નામ ઉછળ્યુ હતું. તો બીજી તરફ છેલ્લી પાંચ ચુંટણીથી અપરાજીત રહેલા બાવકુભાઇ ઉંધાડ સામે તેની ટક્કર હતી. અમરેલી શહેરમાં ઉંધાડ તરફી માહોલ જોવા મળતો હતો. જે મતગણતરી દરમિયાન લીડમાં પણ નજરે પડયો હતો તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર ઇફેક્ટ જોવા મળતી હતી. વિપક્ષ નેતાના નામમાં ધાનાણીનો ઘોડો વિનમાં છે. રાહુલ ગાંધીના નજીકના મનાય છે, હાર્દિક પટેલનો ટેકો છે, ખોડલધામ સાથે પણ છે અને પાટીદારોમાં પ્રભુત્વ ધરાવે છે.