રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 9 મે 2019 (10:19 IST)

ગુજરાત બોર્ડનુ 71.90 ટકા પરિણામ, રાજકોટ જીલ્લાનુ સૌથી વધુ પરિણામ,35 સ્કૂલોનું 100 ટકા પરિણામ

ગુજરાત સેકેંડરી અને હાયર સેકંડરી એજ્યુકેશન બોર્ડએ 12 સાયંસનુ પરિણામ જાહેર કરી દીધુ છે. પરિણામ gseb.org  પર સવારે 8 વાગ્યે જ જાહેર થઈ ગયુ હત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહે પત્રકાર પરિષદમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપી જણાવ્યું કે, ચાલુ વર્ષે  139 કેન્દ્રો પરથી 1.23 લાખ વિદ્યાર્થીએ પરિક્ષા આપી હતી.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને લખ્યું, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામ જાહેર થવાના અવસરે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓ-પરિવારજનોને અભિનંદન પાઠવુ છું. આપની કારકિર્દીમાં શાળા, શિક્ષક અને પરિવારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સહ ગુજરાતનું ગૌરવ વધારો એવી શુભેચ્છાઓ. 
 
-  ધો. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ 71.83 ટકા વિદ્યાર્થી, 
- 72.01 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ. 
- રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47% પરિણામ
-  છોટા ઉદેપુર જિલ્લાનું 29.81% સૌથી ઓછું પરિણામ 
- સૌથી વધુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું 91.60 ટકા 
- સૌથી ઓછું પરિણામ બોડેલી કેન્દ્રનું 27.19 ટકા 
- રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 35 
- 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા 49 
- 254 વિદ્યાર્થીઓને A – 1 ગ્રેડ, 3690 વિદ્યાર્થીઓને A – 2 ગ્રેડ 
- અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.90 ટકા 
- ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા
-  A ગ્રુપનું 78.92 ટકા, B ગ્રુપનું 67.26 ટકા પરિણામ AB ગ્રુપનું 64.29 % પરિણામ જાહેર 
. - 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તિર્ણ.