શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 જૂન 2018 (12:11 IST)

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાંખવાની ધમકી મળતાં સુરક્ષા માંગી

ગુજરાતની વડગામ બેઠકથી કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેસ મેવાણીને ગોળી મારી હત્યા કરવાની ધમકી ફોન પર આપવામાં આવી છે. જેને પગલે હવે તેઓ વાય કેટેગરીની સુરક્ષાની માગણી કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતની વડગામ બેઠકથી કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેસ મેવાણીને એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ રણીવીર મિશ્રા હોવાનું જણાવ્યું હતું. આ ફોન જીજ્ઞેસ મેવાણીના નજીકના સાથેદાર ઉઠાવ્યો હતો અને ધમકી આપનાર રણવીર મિશ્રાએ કહ્યું હતું કે જીજ્ઞેસ મેવાણીને ગોળી મારી જાનથી મારી નાખીશ. ધમકી બાદ જીજ્ઞેસ મેવાણી તરફથી જણાવવામાં આવ્યું છે કે અમે સમાજના નીચલા તબક્કાના લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે અને સરકારની ગરીબ વિરોધી, દલિત. વિરોધી નીતિઓને છડેચોક દેશભરમાં ખુલ્લી પાડી રહ્યા છે એ જોતાં કોના પેટમાં તેલ રેડાતું હશે એ સ્વાભાવિક વાત છે. આ ફોન કોલ કોના દ્વારા કરાવવામાં આવ્યો હશે એ આડકતરી રીતે ઘણું બધું કહી જાય છે. આ સંજોગોમાં જીગ્નેશ મેવાણીને તાત્કાલિક સઘન સુરક્ષા પુરી પાડવામાં આવે એ માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને અન્ય સાથી સંગઠનો આવતીકાલે સવારે અગિયાર વાગ્યે રાજ્યના પોલીસ વડાને ગાંધીનગર ખાતે આવેદન આપી Y કક્ષાની સુરક્ષાની માંગ કરશે.