મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2023 (16:55 IST)

પાલિતાણામાં લગ્ન પ્રસંગમાં આવેલા 150 મહેમાનોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલ ખસેડાયા

palitana news
જૈનની તીર્થનગરી પાલિતાણા સીસીટીવીમાં તોડફોડ મામલે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે વધુ એક વખત ચર્ચામાં આવી છે. લગ્નની દાવતમાં 100થી 150 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક હજારથી વધુ લોકોએ ચિકન, મટન, બિરયાની સહિતનું નોનવેજ ભોજન આરોગ્યું હતું, સફરજનનો હલવો અને છાશ આરોગતાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી. લોકોને ઊલટીઓ થતાં માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેડ ખૂટી પડ્યાં હતાં.

પાલિતાણા શહેરમાં રહેતા અને અને ગારિયાધાર રોડ પર પાન-માવાની દુકાન ધરાવતા મહેતરના આંગણે લગ્નનો પ્રસંગ હતો, જેથી પાલિતાણાના તળાવ વિસ્તારમાં આવેલા જમાત ખાનામાં દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 1 હજારથી વધુ લોકોએ સફરજનનો હલવો, છાશ, ચિકન બિરયાની મટન સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું, જેમાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી, એમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે.દાવતમાં ભોજન બાદ પ્રથમ બાળકોને ઝાડા-ઊલટી સાથે તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન એક બાદ એક બાળક અને ત્યાર બાદ યુવાનો મહિલાઓ અને વૃદ્ધોએ પણ ઝાડા-ઊલટી સહિતની ફરિયાદ કરતાં જોતજોતાંમાં 150થી વધુ લોકોને આ પ્રકારે ખોરાકની ઝેરી અસરનાં લક્ષણો વર્તાતા સમગ્ર સ્થિતિને પારખીને સ્થાનિક પ્રશાસન તથા સામાજિક કાર્યકરો મદદે દોડી આવ્યા હતા. અનેક લોકોને ફૂડ-પોઇઝનિંગ થતાં પાલિતાણા, ભાવનગર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા