સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (09:13 IST)

અમદાવાદના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં અસહ્ય અને બફરાનો અનુભવ થઇ રહ્યો હતો. ત્યારે બુધવારે રાત્રે અચાનક જ વાતાવારણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકક્યો હતો. અમદાવાદમાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અચાનક તરમજાટ વરસી પડેલા વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. 
 
ચકુડીયા, ઓઢવ, વિરાટનગર, નિકોલ, સરખેજ, કોતરપુર, મણીનગર, વટવામાં પોણા બેથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.શહેરમાં મેમ્કો વિસ્તારમાં સૌથી વધુ બે કલાકમાં ત્રણ ઈંચ અને નરોડા વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતા. જેના પગલે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. 
 
ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત માણેકબાગ વિસ્તારમાં મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. રોડ પર જ વૃક્ષ પડતા માર્ગ બ્લોક થયો છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રવિવાર સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે આગામી ગુરૂવારે સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, કચ્છ, શુક્રવારે અમદાવાદ, આણંદ, કચ્છ શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ તો રવિવારે દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
 
17 અને 19 જુનના રોજ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 20-21 જુનથી વરસાદનું પ્રભુત્વ વધશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.