પેરેંટ્સએ 30 હજારનો કૂતરો લઈ ના આપ્યો તો 16 વર્ષના છોકરાએ આપ્યો જીવ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી એક દુ:ખદાયક ઘટના સામે આવી છે. જ્યાં એક સગીર છોકરાએ આત્મહત્યા કરી હતી કારણ કે તેના માતા- પિતાએ તેને કૂતરાને ઘરમાં ઉછેરવા લાવવાની ના પાડી હતી. આ દુખદ ઘટના આંધ્રપ્રદેશના કાંઠેનો શહેર વિશાખાપટ્ટનમમાં સોમવારે થઈ. શહરના વેંકટેશ્બ્વરા મેટ્ટા ક્ષેત્રમાં 16 વર્ષના છોકરા ષણમુખ વામસીએ સીલિંગ ફેનથી લટકીને જીવ ગુમાવ્યો.
હકીકતમાં આ છોકરા 30,000 રૂપિયામાં કૂતરા ખરીદી કરી ઘરમાં લાવવા ઈચ્છતા હતા પણ માતા-પિતાએ આવુ કરવાની પરવાનગી નથી આપી હતી. ષણમુખ વામસીએ આ કૂતરો ઑનલાઈન બિક્રી વેબસાઈટ પર
જોયુ હતું.
પ્રાઈવેટ કૉલેજના છાત્ર ષણમુખ વામસીની માતા કૂતરા ઘરમાં રાખવા તૈયાર ન હતી. વામસીએ કહ્યુ કે થોડા સમય રૂકી જા પછી કૂતરો ખરીદી લઈશ. પણ પરિવારવાળાના આવુ કહેતા પર ષણમુખ વામસી નિરાશ
થઈ ગયુ હતું.
માતા સોમવારે જરૂરી ઘરેલૂ સામાન ખરીદવા બજાર ગઈ તો તે સમયે ઘર પર કોઈ નહી હતું. કૂતરાને ઘરમાં ન ઉછેરવાના કારણે નિરાશ ષણમુખ વામસીએ પોતાને ફાંસી લગાવી લીધી. માતાએ ઘર આવીને
જ્યારે આ જોયું તો હોશ ઉડી ગયા.
ષણમુખ વામસીને તરત હોસ્પીટલ પહોચાડ્યું પણ ત્યારસુધી ખૂબ મોડું થઈ ગયું હતું. ડાક્ટરોએ ષણમુખને મૃત જાહેર કર્યું. એમઆર પેટ્ટા થાણાની પોલીસએ આ બાબતમાં કેસ દાખલ કર્યુ છે અને તપાસ ચાલી રહી છે. પોલીસ મુજબ અપરાધિક દંડ સંહિતા (CRPC)ની ધારા 174 હેઠણ કેસ દાખલ કરાયુ છે.